/

રાજ્યમાં હીટ વેવની આગાહી, આગામી 48 કલાકમાં ફૂંકાશે ગરમ પવન

રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉન અને કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો આગામી 48 કલાક ગરમ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર જિલ્લામાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી કરી છે.. તો અમદાવાદમાં પણ આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિત, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર પંથકમાં સામાન્ય દિવસો કરતા વધુ ગરમી પડશે. જો કે ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે. ત્યારે આગામી દિવસોમાં હિટ વેવ લોકોની તકલીફ વધારશે

Leave a Reply

Your email address will not be published.