/

ચેન્નઈને વરસાદે ઘમરોળ્યુ, બે દિવસ માટે યલો એલર્ટ જાહેર

દક્ષિણ ભારતમાં ફરી વરસાદની શરૂઆત થઇ હતી. પરિણામે તમિલનાડુના ચેન્નઈમાં બુધવારે રાતથી ગુરુવાર સવાર સુધીમાં આઠ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ચેન્નાઈ સહિતના અનેક વિસ્તારોમાં 2017 બાદ એક દિવસમાં પહેલીવાર કોઇ આટલો વરસાદ પડ્યો છે. ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં ભારે આંધી, વીજળી અને વરસાદને લગતી દુર્ઘટનાઓ જોવા મળી હતી. ભારે વરસાદના પગલે અહીંનું એરપોર્ટ પણ પાણીથી ભરાઈ ગયું હતું, જેથી હવાઈ સેવાને પણ અસર પહોંચી હતી.

વરસાદના આગમનને પગલે હવામાન વિભાગે ચેન્નઈમાં બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.