/

હીરોએ ભારતમાં લોન્ચ કર્યું ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો ફીચર્સ

તહેવારોની સિઝન આવી રહી છે તેવામાં કંપનીઓ અનેક બાઇક અને સ્કૂટર લોન્ચ કરતી હોય છે. જેમાં હીરોએ કોમર્શિયલ યુઝ એટલે કે નાના-મોટા સામાનની ડિલિવરી થઇ શકે તે પ્રકારનું મોપેડ લોન્ચ કર્યુ છે. તમને જાણીને નવાઇ લાગશે કેમ કે આ મોપેડમાં ફ્યુલના નામે થોડો પણ ખર્ચ નહીં થાય અને તે ઈકોફ્રેન્ડલી પણ છે.

હીરોના આ નવા સ્કૂટરના ટોપ વેરિઅન્ટમાં 210 કિલોમીટરની માઈલેજ આવે છે. જ્યારે શરૂઆતના વેરિઅન્ટમાં સિંગલ ચાર્જમાં 82 કિલોમીટર સુધી સ્કૂટર ચાલી શકે છે. તેમાં સ્વેપેબલ બેટરી લાગેલી છે, જે ખૂબ જ મોડ્યુલર છે.

હીરો ઈલેક્ટ્રિક સ્કૂટરની આ નવી સીરિઝની સૌથી ખાસ વાત એ છે કે તેની રનિંગ કોસ્ટ ખૂબ જ ઓછી છે. આ સાથે જ તેના પર તમે ભારે સામાન પણ સરળતાથી લઈ જઈ શકો છો. હીરો ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટ કનેક્ટિવિટી પણ છે, જેના દ્વારા તમે પોતાના સ્માર્ટફોનને કન્ટ્રોલ કરી શકો છો.

હીરો ઈલેક્ટ્રિક સીરિઝના સ્કૂટરના પાવરની જો વાત કરીવામાં આવે તો તેમાં 0.6 kW ઈલેક્ટ્રિક મોટર છે. જેની મેક્સિમમ સ્પીડ 42 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેમાં 1.536 kWhનું બેટરી પેક ઓપ્શન આપેલું છે. આ સીરિઝના સ્કૂટરમાં combi brakes આપેલી છે. હીરો ઈલેક્ટ્રિકએ નવી સીરિઝના સ્કૂટર બિઝનેસ-ટુ-બિઝનેસ સોલ્યુશન લોન્ચ કર્યા છે અને માર્કેટમાં તેની ટક્કર બજાજ સહિત અન્ય કંપનીઓના કોમર્શિયલ ઈલેક્ટ્રિક સ્કૂટર સાથે હશે.

Leave a Reply

Your email address will not be published.