///

કોરોના મામલે રાજ્ય સરકારથી હાઇકોર્ટ નારાજ, કહ્યું આ સમય કડક પગલા લેવાનો છે

કોરોના સામે લીધેલા પગલા અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. જેમાં સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હતી.

કોરોના સામે લીધેલા પગલા અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. જેમાં સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હતી અને કહ્યું હતુ કે, યોગ્ય પગલા નહીં લેવાય તો સ્થિતિ બગડી શકે છે. હાલનો સમય ખૂબ ગંભીર હોવાનો હાઈકોર્ટનો મત રજૂ થયો હતો. તુરંત કાર્યવાહી કરશો તો બે અઠવાડિયામાં સ્થિતિ કંટ્રોલમાં આવશે. આ સમય કડક પગલા લેવાનો છે. સરકાર આવા પગલા લેવા અક્ષમ છે તેવું કહે તો એ વ્યાજબી નથી. નિયમનું કડકપણે પાલન કરાવવું એ સરકારની જવાબદારી છે. હાલ ઝડપી અને અસરકારક કામગીરીની જરૂર છે.

આ અંગે ગુજરાત સરકારે બાંહેધરી આપતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા માસ્ક મુદ્દે કડક કાર્યવાહી શરૂ કરાઇ છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સુધારો છે. હોસ્પિટલમાં બેડ પણ ખાલી રહે છે. 3 દિવસથી રાજ્યમાં ઓક્સિજનની માગ ઘટી છે. રેમેડેસિવિર ઇન્જેક્શનની માગ પણ ઘટી છે.

સરકારના બીજા જવાબ બાદ હાઇકોર્ટે ટકોર કરી હતી કે, અમારા જૂના આદેશના અમલ અંગે યોગ્ય નિર્ણય લો. HCના આદેશ પર યોગ્ય એક્શન લો અને જવાબ આપો. કોરોના મામલે સરકારના જવાબથી નારાજ થયેલી હાઈકોર્ટને ગુજરાત સરકારે આ અંગે બાંહેધરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.