ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ 1998માં પોરબંદરમાં કાંધલ જાડેજા સામે હથિયાર ઉપલબ્ધ કરાવવાના કેસમાં તમામ કાર્યવાહી રદ્દ કરવામાં આવી છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે કોઈ પુરાવવાનો ન હોવાનો લાભ આપી તમામ કાર્યવાહી રદ્દ કરી છે. કાંધલ જાડેજા દ્વારા ક્રિમિનલ રિવિઝન અરજીને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.
મહત્નું છે કે, વર્ષ 1998માં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પાસેથી એક આરોપી પાસેથી બંદૂક મળી આવી હતી. જેમાં પોલીસ તપાસમાં બંદૂક સાથે ઝડપાયેલા આરોપીએ બંદૂક-કાંધલ જાડેજા દ્વારા આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ત્યારબાદ પોરબંદર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગુનાની નોંધ લેતા કાંધલ જાડેજા સામે કાર્યવાહી હાથ ધરવામાં હતી. કાંધલ જાડેજાની ક્રિમિનલ રિવિઝન અરજી પોરબંદર સેશન્સ કોર્ટે વર્ષ 2011માં ફગાવી દીધી હતી. ત્યારબાદ તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.
જોકે કાંધલ જાડેજાને બીજા કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. આ પહેલા ગત નવેમ્બર મહિનામાં ભાજપના કાઉન્સલર કેસૂ ઓડેદરાની હત્યાના કેસમાં નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટમાં હુકમને યથાવત રાખ્યો હતો. વર્ષ 2005માં પોરબંદરના ભાજપના કોર્પોરેટર કેસૂ નેસુભા ઓડેદરાની કળિયા પ્લોટ પાસે ગોળીઓ મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.