//

ટ્રમ્પ મોદીનાં આગમન પૂર્વે અમદાવાદમાં કિલ્લેબંધી

આગામી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીનાં રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં આવવા બદલ નરેન્દ્વમોદી ગુજરાત મુલાકાતે પધારવાના છે તે પૂર્વે સુરક્ષાની તમામ તૈયારીઓ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે. આજે સુરક્ષા એજન્સીઓનું રિહર્સલ કરવામાં આવ્યુ છે. તેમજ બે મહાનુભાવોના આગમનનાં સુરક્ષા બંદોબસ્ત માટે રાજયની પોલીસ તથા અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા મહાનુભાવોની સુરક્ષા કરવામાં આવશે.

જયારે આ મહાનુભાવો સાબરમતી આશ્રમની મુલાકાતો લેશે ત્યારે સુરક્ષામાં કોઇ કચાસ ન રહે તે માટે ચુસ્ત વ્યવસ્થાઓ ગોઠવવાની તૈયારીઓ કરી લીધી છે. સાબરમતી આશ્રમ ખાતે બંને મહાનુભાવોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં અલગ-અલગ ૨૮ જેટલા પાર્કિગ પ્લોટ બનાવવામાં આવશે. દરેક પાર્કિગ મોટેરા સ્ટેડિયમથી ૧.૫ કિલોમીટરનાં અંતરે હશે. જેથી પાર્કિગમાંથી સ્ટેડિયમ પગપાગા જવાનું રહેશે.

એનએસજી વિભાગનાં એન્ટી સ્નાઇપર આવવાના છે જયારે ટ્રમ્પ અને મોદી ગુજરાતની મુલાકાતે આવશે ત્યારે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જેમાં મોદી ટ્રમ્પનાં ગાઇડ બનીને ટ્રમ્પને માહિતી આપશે. તેમજ સાંસ્કૃતિક કાર્યકમોની ઝાંખી કરાવશે. પીએમ મોદી અને ટ્રમ્પની સુરક્ષા બંદોબસ્તમાં સિક્રેટ સર્વિસ, આઇબી બાજર રહેશે. જેનો અલગ-અલગ વિભાગમાં બંદોબસ્ત હશે. જેમાં ૨૫ IPS ઓફિસરો, ૬૫ ACP, ૨૦૦ PI , ૮૦૦ PSI , ૧૦,૦૦૦ પોલીસકર્મીઓ બંને મહાનુભાવોને સુરક્ષા પ્રદાન કરશે. 

Leave a Reply

Your email address will not be published.