પાકવિમા મુદ્દે વિમા કંપનીઓને હાઇકોર્ટમાં હાજર રહેવા આદેશ

વર્ષ ૨૦૧૭ની સાલમાં સુરેન્દ્વનગર પંથકમાં અતિવૃષ્ટિનાં કારણે ખેડુતોનાં પાકને નુકશાન થયું હતું. જે મામલે ખેડુતોએ નામદાર વડી અદાલતમાં પાક વિમાનું વળતર મેળવવા અરજીઓ કરી હતી. જેને લઇને હાઇકોર્ટે આજે વિમા કંપનીઓની ઉધડી લીધી હતી અને અઢી વર્ષથી ખેડુતો પાક વિમા મુદ્દે કંપની અને સરકાર પાસે રજુઆતો કરે છે જેથી આવતીકાલે વિમા કંપનીના અને સરકારના અધિકારીઓને કોર્ટનું તેડુ આવ્યુ છે.

જેથી કોર્ટ આવતીકાલે વિમા કંપની અને સરકારને પણ સાંભળશે અને સરકારને પણ પાકવિમા મુદ્દે થયેલા અન્યાયનો ચુકાદો આપે તેવી શકયતાઓ જોવા મળશે. ખેડુતોમાં પણ પાકવિમા મુદ્દે કોર્ટ પર વિશ્વાસ વધ્યો છે અને ન્યાય મળશે તેવી અપેક્ષાઓ છે.

Leave a Reply

Your email address will not be published.