/

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કોરોનાને લઇ રાષ્ટ્રજોગ પ્રવચનની મુખ્ય બાબતો

સોશિયલ ડિસ્ટન્સ જાળવો

જનતા કરફ્યૂ સંકલ્પ – સિદ્ધિ બદલ આભાર. હર કોઈ પરીક્ષા સમયે સાથે આવ્યા. એક થયા. જનતા કરફ્યૂને ભારતવાસીઓએ સફળ બનાવ્યો. ભારતવાસીઓએ કરી બતાક્સવ્યુ કે ક્યાં પ્રકારે બધા ભારતીયો એક છે. આ પ્રસંશાપાત્ર છે.સમર્થ દેશોને કોરનાની મહામારીએ બેબસ બનાવી. કોરોના વાયરસ ઝડપથીથી ફેલાઈ છે. કસોટી વધતી જાય છે.બે મહિના અભ્યાસ પછી નિષ્કર્ષ – વૈશ્વિક મહામારી કોરોના બચવાનો એકમાત્ર વિકલ્પ – સોશિયલ ડિસ્ટિંગ. એકબીજાથી દૂર રહેવું. કોરોનાથી બચવાનો આ સિવાય કોઈ બીજો રસ્તો નથી.કોરોના સંક્રમણ સાયકલ તોડવી પડશે. સોશિયલ ડિસ્ટિંગ એ કેવળ દર્દી માટે છે એ વિચારવું ખોટું છે. તે દરેક નાગરિક માટે, પરિવાર માટે.. પ્રધાનમંત્રી માટે પણ..કેટલાક લોકોની ખોટી વિચારસરણી, બેદરકારી સૌને મોટી મુશ્કેલીમાં મૂકશે. આવી બેદકારી ચાલુ રહેશે તો ભારતને મોટી કિંમત ચૂકવવી પડશે. જેનો અંદાજ લગાવવો અઘરો છે.પાછલા બે દિવસથી લોકડાઉન કરી દીધું છે. હેલ્થ સેક્ટર એક્સપર્ટ અને અન્ય દેશનાં અનુભવને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય.. આજ રાત 12 વાગ્યાથી પૂરા દેશમાં સંપૂર્ણ લોકડાઉન.

દેશના બધા જ ક્ષેત્રોમાં લોકડાઉન. આ એક કરફ્યૂ જ છે. જનતા કરફ્યૂથી આગળ વધુ કડક લોકડાઉન.કોરોના અટકાવવા માટે આ પગલું આવશ્યક. લોકડાઉનની આર્થિક કિંમત ઉઠાવવી પડશે પણ દરેક ભારતીયનાં જીવનને બચાવવા સૌથી મોટી પ્રાથમિકતા.હાથ જોડી પ્રાર્થના.. દેશમાં જ્યાં છો ત્યાં જ રહો. હાલની પરિસ્થિતિ જોતા દેશમાં લોકડાઉન ૨૧ દિવસનું રહેશે. આવતા ૨૧ દિવસ બહુ જ મહત્વપૂર્ણ.કોરોના સંક્રમણ સાયકલ તોડવા ૨૧ દિવસનો સમય મહત્વપૂર્ણ. જો આ ૨૧ દિવસ ધ્યાન ન રાખ્યું તો દેશ-પરિવાર ૨૧ વર્ષ પાછળ ધકેલાઈ જશે. પરિવારો અને દેશ બરબાદ થઈ જશે.૨૧ દિવસ સુધી ઘર બહાર નીકળવાનું ભૂલી જાઓ. એક જ કામ કરો. ઘરમાં રહો.

યાદ રાખો. ઘર બહાર પડનારો તમારો એક કદમ કોરોના જેવી મહામારીને તમારા ઘરમાં લાવશે.કોરોના એટલે..
કો – કોઈ
રો – રોડ પર
ના – ના નીકળે. WHO રિપોર્ટ અનુસાર આ મહામારીથી સંક્રમિત એક વ્યક્તિ અઠવાડિયા-દસ દિવસમાં કેટલાય લોકોમાં આ મહામારી ફેલાવે છે. WHOનો અન્ય એક આંકડો મહત્ત્વપૂર્ણ છે. દુનિયામાં કોરોના વાયરસ સંક્રમિતો સંખ્યાની આગ જેમ પ્રસરે છે.કોરોના વાયરસ ફેલાઈ છે ત્યારે રોકવો મુશ્કેલ. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈટલી જેવા અનેક દેશમાં કોરોના વાયરસ ફેલાયો ત્યારે પરિસ્થિતિ બેકાબુ બની. તેમની મેડિકલ વ્યવસ્થા સારી છતાં આ દેશ કોરોનાનો પ્રભાવ ઓછો ન કરી શક્યા.કોરોનાગ્રસ્ત દેશના નાગરિક અઠવાડિયામાં સુધી ઘર બહાર ન નીકળ્યા. સરકારી સૂચનનું પાલન કર્યું. આપણે પણ એ માર્ગ ચાલવું પડશે. આપણે ઘરથી બહાર નીકળવાનું નથી. ઘરમાં જ રહેવાનું છે. સોશિયલ ડિસ્ટિંગ.. કોરોનાથી ત્યારે જ બચાય છે જ્યારે ઘરની લક્ષમણ રેખા તોડવામાં ન આવે.

કોરોનાને રોકવાનો છે. ભાતત આજે એ સ્ટેજ પર જ્યાં આપણા આજનાં એક્શન નક્કી કરશે કે આ આપદા ઓછી થશે. આ સમય સંકલ્પને શક્તિશાળી કરવાનો. ડગલેપગેલે સંયમ રાખવાનો. જાન છે તો જહાન છે.હાથ જોડી પ્રાર્થના છે. ઘરમાં રહી એ લોકો માટે વિચારો, એ લોકો માટે મંગલકામના કરો જે ખુદને ખતરા મૂકી કામ કરે છે. એક એક જીવન બચાવવા દિવસ-રાત મહેનત કરે છે.કોરોના વૈશ્વિક મહામારી સ્થિતિ વચ્ચે કેન્દ્ર રાજ્ય સરકાર ઝપડથી કામ કરે છે. લોકોને અસુવિધા ન થાય તે માટે પ્રયાસ. જીવનજરૂરી વસ્તુઓ મળતી રહશે.ગરીબોની મદદ માટે અનેક લોકો સરકાર સાથે આવ્યા. જીવન જીવવા જે જરૂરી છે

તે માટે બધા પ્રયાસ કરીશું. જીવન બચાવવા જે જરૂરી છે તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે.સરકારે નિરંતર નિર્ણય લીધા. કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું. રાજ્ય સરકાર અનુરોધ – પહેલી પ્રાથમિક સ્વાસ્થ સેવા આપે.પ્રાઇવેટ સેક્ટર દેશવાસીઓ સાથે ઉભું છે. આવા સમયે જાણતા- અજાણતા અફવા જોર પકડે છે. અફવા અને અંધવિશ્વાસથી બચવા આગ્રહ છે. પ્રાર્થના છે. બીમારીનાં લક્ષણ દરમિયાન ડૉકટરની સલાહ વિના દવા ન લેવી.મને વિશ્વાસ છે દરેક ભારતીય આ સંકટ સમયમાં સરકારી નિર્દેશનું પાલન કરશે. ૨૧ દિવસનું લોકડાઉન તમારા જીવન, તમારા પરિવારની રક્ષા માટે મહત્વપૂર્ણ. એ જ એક રસ્તો. મને વિશ્વાસ છે આ મુશ્કેલ ઘડીમાં વિજય મેળવીશું

Leave a Reply

Your email address will not be published.