//

ધર્મપરિવર્તન કરાવતા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસમાં રજૂઆત કરતા હિન્દૂ સંગઠનો

પોરબંદર સહીત અલગ અલગ જગ્યા પર કેટલાક લોકો લોભામણી લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવાની પ્રવુતિ કરી રહ્યા છે તેમની સામે હિન્દૂ સંગઠનોએ પોલીસમાં લેખિત રજુઆત કરી અને આવા તત્વો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે પોરબંદર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને લાલચ આપી ,લલચામણી વાતોમાં ફસાવી અને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિએ જોર પકડ્યું હોવાની રજૂઆત સાથે  વિવિધ હિંદુ આગેવાનો એ જીલ્લા પોલીસવડાને કરી છે અને આવા ધર્મપરિવર્તન કરાવતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે પોરબંદર પંથકમાં કેટલાક ચોક્કસ લોકો દ્વારા શહેરમાં અલગ અલગ ઘરો ખાસ કરીને પછાત વિસ્તારોમાં જઈ તેમજ વિવિધ હોસ્પિટલોમાં જઈ લોકોને તેમના તમામ દુઃખદર્દ દુર કરવા ની વાતો કરવામાં આવે છે અને બાદ તેમને ધર્મ પરિવર્તન કરાવવા લલચામણી ઓફર પણ આપવામાં આવે છે તેવી રજૂઆત આજે વિવિધ હિંદુ અગ્રણીઓએ જીલ્લા પોલીસવડાને કરી છે વધુ માં એવું પણ જણાવ્યું છે કે બે દિવસ પહેલા પોરબંદરના બોખીરા વિસ્તારમાં પણ કેટલાક પરિવારનો સંપર્ક આ લોકોએ કરીને તેમને ધર્મપરિવર્તન કરાવવા સમજાવટ કરી હતી આ અંગે સ્થાનિકોએ યુવા ભાજપ પ્રમુખ અજયભાઈ બાપોદરાને જાણ કરતા.

તેમણે આ અંગે તપાસ હાથ ધરતા તેમના જ વિસ્તારમાં અન્ય કેટલાક લોકોને પણ આ રીતે ધર્મ પરિવર્તન કરાવવા ચોક્કસ તત્વો દ્વારા લાલચ અપાઈ હતી.અને ચર્ચે આવવા પણ જણાવ્યું હતું  જેથી આજે આ અંગે તમામ હિંદુ આગેવાનો એકત્ર થયા હતા અને આવા તમામ  ધર્મ પરિવર્તન માટે સક્રિય તત્વો સામે ફરિયાદ દાખલ કરી અને કડક હાથે કામ લેવા જીલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી હતી અને આ તત્વો દર્દીઓ,ગરીબોને ધર્મના પ્રચાર માટે પુસ્તકો પણ આપતા હોવાનું જણાવ્યું હતું જે પુસ્તક પણ જીલ્લા પોલીસવડા સમક્ષ રજુ કર્યા હતા અને પોરબંદર જીલ્લામાં ક્યાય પણ આ પ્રકારે ધર્મ પરિવર્તનની કામગીરી થતી હોય તો તુરંત અટકાવવા અને જવાબદારો સામે પગલા લેવા પણ જીલ્લા પોલીસવડાને રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતમાં મોટી સંખ્યામાં હિંદુ આગેવાનો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published.