////

જાપાનીઝ કંકોત્રી લગ્ન થશે હિન્દૂ સંસ્કૃતિ મુજબ જાણો ક્યાં થશે અનોખા લગ્ન !!

પોરંબદર પંથકમાં જાપાનીઝ યુવક-યુવતી હિન્દુ સંસ્કૃતિનાં રીત-રિવાજોથી લગ્રગંથિમાં જોડાશે. જાપાનીઝ યુવક-યુવતી પોરબંદરમાં નજીક કુછડી ગામમાં આવેલા આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ ખાતે ભારતીય સંસ્કૃતિનાં અભ્યાસ માટે અવાર-નવાર ભારત આવે છે. જેથી ભારતીય સંસ્કૃતિનું તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. યુવક-યુવતી ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઇને અંજાઇ ગયા હતાં. જેથી યુવક-યુવતીએ જાપાનીસ પરંપરાથી નહીં પરંતુ હિંન્દુ પરંપરાથી લગ્ર કરીને પોતાનું વિવાહીત જીવન શરૂ કરવાનું નક્કી કર્યુ હતું. જેથી યુવક-યુવતીએ જાપાનીઝ ભાષામાં હિંન્દુ સંસ્કૃતિ મુજબ પોતાના લગ્રની કંકોત્રી છપાવી હતી. યુવક યુવતીએ જાપાનીઝ અને હિન્દુ સંસ્કૃતિને જોડી હતી. જેમાં કંકોત્રી જાપાનીઝ ભાષામાં બીજી બાજુ ગુજરાતીમાં ગણેશ ભગવાનની તસ્વીર છપાવી હતી. યુવક-યુવતી ૨૭ ફેબ્રુઆરીએ પોતાના લગ્ર સાંજે ૭ વાગ્યે હિેન્દુ રીત-રિવાજો મુજબ કરશે. જેમાં હિંન્દુ પરંપરાઓ પ્રમાણે સવારે બંન્ને પીઠી મુહર્ત બાદ મંડપ રોપણ સહીતની તમામ ભારતીય પરંપરાથી કરશે. તેમજ બળદગાડામાં યુવક જાન લઇને આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે લઇને આવશે. જયાં રસ્તામાં ગુજરાતમાં પ્રખ્યાત ગરબા અને દાંડિયારાસની મોજ માણતા માણતા ધૂમધામથી બળદગાડામાં વરધાડો લઇને આવશે. હિન્દુ રીતરિવાજ મુજબ બંને લગ્રંગંથિથી જોડાશે જેમાં જવતલ હોમવાથી લઇને હસ્તમેળાપ તેમજ કન્યાવિદાયની વિધિ પણ કરવામા આવશે.

પોરબંદરમાં કુછડી ગામમાં આવેલો આશ્રમ આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ છે. આ આશ્રમ ખાતે વિદેશીઓ ભારતીય સંસ્કૃતિના અભ્યાસ કરવા માટે અવાર-નવાર આશ્રમમાં આવીને સંસ્કૃતિનો ઇતિહાસ મહત્વ જાણે છે. આર્ષ સંકૃતિ તીર્થમાં વિદેશીઓ ભારતીય સંસ્કુતિમાં પૂજા-અર્ચના કરવી, મંત્રોચ્ચાર, વેદ, વેદગાન, વેદોચ્ચાર, ઉપનિષદ, શ્ર્લોકનું જ્ઞાન, ગીતા સહિત અંગેનું માર્ગદર્શન પણ મેળવે છે. આ આશ્રમમાં આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે ૧૪ વર્ષથી સ્વામીની નિગંમાનંદા સસ્વતીજી અને સ્વામીની નિત્યકલ્યાણાનંદા સસ્વતીજી દ્વારા ભારતીય ઉપંરાત જાપાનીઝ સહિતના વિદેશીઓને ગીત ઉપનિષદો સહિત હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપે છે. અને ઇન્ટરનેટ માધ્યમથી પણ ભગવત ગીતા અને ઉપનિષદોનું ઓનલાઇન જ્ઞાન પણ આપે છે. જેથી જાપાનના દંપતી તોશીયાકી અને તેરુયો ઉરનીશી નામના દંપતીની પુત્રી ચીઓરી ત્યાંના જ વતની નોબારુ કુરુતા અને એકો કુરુતાના પુત્ર કયુઝ ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરતા હતાં.

જેથી ભારતીય સંસ્કૃતિથી પ્રેરાઇને હિન્દુ પરંપરાથી લગ્ર બંધનમાં બંધાશે. ઘણા વરસો પૂર્વે કોઇમ્બતુર ખાતે એક જાપાનીઝ યુવાન ભગવતગીતા અને શાસ્ત્રો નું જ્ઞાન મેળવતા હતા. જ્યાં પોરબંદરના આ સ્વામીની નિગંમાનંદા સરસ્વતીજી પણ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા હતા. જાપાનીઝ યુવાને અભ્યાસ બાદ સ્વામી ચેતનાનંદ સરસ્વતીજી નામ ધારણ કરી અને જાપાનના ક્યોટો શહેરમાં એક આશ્રમ ખોલી ત્યાના લોકોને વેદાંત અને ઉપનિષદનું જ્ઞાન આપી રહ્યાં છે. ઉપરાંત અન્ય જાપાનીઝ લોકો ને પણ ઈન્ટરનેટ મારફત ભગવતગીતા અને ઉપનિષદનું ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે.  જેના લગ્ન થવાના છે તે બન્ને યુવક યુવતી  પણ અગાઉ સ્વામી ચેતનાનંદ સરસ્વતીજી પાસેથી ઈન્ટરનેટ મારફત અને બાદમાં રૂબરૂમાં પણ ભારતીય વેદ ,ગીતા અને ઉપનિષદનું જ્ઞાન મેળવ્યું હતું. જેનાથી બન્ને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી આકર્ષાઈને ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે ગતવર્ષે એક જાપાનીઝ યુવક યુવતીના લગ્ન આશ્રમ ખાતે ભારતીય સંસ્કૃતિ મુજબ  કરાયા હતા ત્યારે વધુ એક જાપાનીઝ યુગલ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નગ્રંથીથી જોડાશે.અને આજથી હિન્દૂ પરંપરા મુજબ નું જીવન વીતાવસે સપ્તપદીના સાત ફેરા બાદ જાપાનીઝ યુગલ પતિં પત્ની રીતે ઓળખાસે આજ ની આ હિન્દૂ પરમ્પરા વિધિમાં આ કુછડી ગામના લોકો જાપાનીઝ યુગલને આર્શીવાદ આવશે .

Leave a Reply

Your email address will not be published.