/

વેલેન્ટાઇન ડેનો જાણો ઇતિહાસ – જુઓ સંપૂર્ણ વિગતો

૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. જે જુદા-જુદા દેશોમાં વિવિધ માન્યતાઓ સાથે ઉજવવામાં આવે છે. ચીનમાં વેલેન્ટાઇન ડે નાઇટસ સેવનન્સનાં નામથી ઉજવાય છે. જયારે જાપાન અને કોરિયામાં વ્હાઇટ ડે તરીકે ઓળખાય છે.

પરંપરાગત રીતે આ પર્વ પશ્ચિમી દેશોમાં પ્રેમ ઉત્સવની ઉજવણી વેલેન્ટાઇન ડેના નામથી કરવામાં આવે છે. ૧૯મી સદીમા અમેરિકાએ વેલેન્ટાઇન ડેની સત્તાવાર રજા જાહેર કરી હતી.
યુ.એસ ગ્રીટિંગ કાર્ડના અંદાજ મુજબ લગભગ એક અબજ વેલેન્ટાઇન્સ એકબીજાને કાર્ડ મોકલે છે. જે ક્રિસ્મસ બાદ બીજા નંબરે સૌથી વધુ સ્વજનોને ગ્રીટિંગ કાર્ડ આપવામાં આવે છે. કહેવાય છે કે, વેલેન્ટાઇન ડેનું નામ સંત વેલેન્ટાઇનના નામ પરથી પાડવામાં આવ્યુ છે.

રોમ પર ત્રીજી સદીમાં સમાટ કલાઉડીયસ શાશન કરતો હતો. તે લગ્રનો વિરોધ કરતો હતો. તે એવું સમજતો હતો કે, લગ્ર પુરુષોની બુદ્વિ અને શકિત ઘટાડી લાચાર બનાવી દે છે. જેથી તેમણે રોમમાં ફરમાન કર્યુ કે તેના કોઇ પણ સૈનિક કે અધિકારી લગ્ર કરશે નહીં. જેથી રોમમાં રહેતા સેન્ટ વેલેન્ટાઇને રાજાના આ હુકમનો વિરોધ કર્યો હતો. સેન્ટ વેલેન્ટાઇના કહેવાથી ઘણા સૈનિકો અને અધિકારીઓએ રાજાના હુકમનો વિરોધ કરી લગ્ર કરી લીધા હતા. છેલ્લે ૧૪ ફેબ્રુઆરી ઇ.સ ૨૬૯નાં રોજ રાજા કલાઉડીયસે તેમણે ફાંસી આપી દીધી હતી. ત્યારથી જ સેન્ટ વેલેન્ટાઇનની યાદમાં વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.