///

ગુજરાતી ગીત ‘સાજન તારા સંભારણા’ને હિતુ કનોડિયાએ નવા અંદાજમાં કર્યું રજૂ

હિતુ કનોડિયા દ્વારા પોતાના પિતાના સાજન તારા સંભારણા સુપરહીટ ગુજરાતી ગીતને નવા અંદાજમાં રજુ કરવામાં આવ્યું છે. ત્યારે આ ગુજરાતી ગીતને હરેશભાઇ પટેલે પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કર્યું છે અને જાણીતા ગાયકો હિમાંશુ બારોટ અને નયના શર્માએ તેને સ્વર આપ્યો છે. મ્યુઝિક ડાયરેક્ટર મૌલિક મહેતાએ તેને કમ્પોઝ કર્યું છે. આ ગીત નરેશ કનોડિયાની વર્ષ 1985ની સુપરહીટ ફિલ્મ “સાજન તારા સંભારણા”ના ટાઇટલ સોંગને ફરીથી રિક્રિએટ કર્યુ છે. આ ફિલ્મનું ડાયરેક્શન ગોવિંદ પટેલે કર્યું હતું, જેમાં નરેશ કનોડિયા, સ્નેહલતા ગડકરી અને અરવિંદ રાઠોડ મુખ્ય ભૂમિકામાં હતાં. મૂળ ગીતનું મ્યુઝિક નરેશ કનોડિયાએ પોતે કમ્પોઝ કર્યું હતું.

આ નવા વિડિયોમાં ગુજરાતી રેપર અને લોકગાયક અરવિંદ વેગડા પણ જોવા મળશે, જેઓ કલાકારોની સાથે રેપનો થોડો હિસ્સો ગાઇ રહ્યાં છે, જેનાથી ગીત આજના યુવાનો અને દર્શકોને ગમી રહ્યું છે. ગુજરાતી સિનેમાના મનમોહન દેસાઇ તરીકે જાણીતા ગોવિંદ પટેલ અને નરેશ કનોડિયાની જોડીએ વર્ષ 1980થી 1990 દરમિયાન નોન-સ્ટોપ હીટ્સ આપ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે, ગોવિંદ પટેલના પુત્ર હરેશભાઇ પટેલ આ 2020 મ્યુઝિક વિડિયોના પ્રોડ્યુસર છે.

તો બીજી બાજુ ગુજરાતી અભિનેતા અને રાજકારણી હિતુ કનોડિયાએ બાળ કલાકાર તરીકે તેમની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને તેમણે આજની તારીખમાં 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત લોકપ્રિય અભિનેત્રી મમતા સોનીએ પણ ઘણી ગુજરાતી ફિલ્મો અને ટીવી સીરિયલમાં અભિનય કર્યો છે.

આ નવો મ્યુઝિક વિડિયો જૂના ગીતના મૂળ સાર અને જાદૂને જાળવી રાખવા માટે નવા ડાન્સ સ્ટેપ્સ અને મ્યુઝિક કોમ્પોઝિશન કરવામાં આવ્યો છે. તેના કલાકારો મૂલ ગીતને સ્ટેપ-બાય-સ્ટેપ અનુસરવાની સાથે-સાથે ગીતમાં પોતાનો વિશિષ્ટ ટચ પણ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.