
ભારતમાં ગુજરાત સહિત અનેક રાજયોમાં હોળીના પર્વની ઉજવણી ધામધૂમથી જાય છે. જેમાં ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલા એક ગામમાં અનોખી રીતે હોળીની ઉજવણી થાય છે. જેમાં લોકો હોળીના અંગાળા પર ચાલીને મનોકામના પૂર્ણ કરે છે. ગાંધીનગરનાં પાલજ ગામમાં હોળીના લાકડામાં અગ્નિ લગાવીને તેની પૂજા અર્ચના તેમજ પ્રદક્ષિણા ફરે છે. ત્યારબાદ હોળીના અંગાળા પર સ્ત્રી પુરુષ ચાલે છે. આ રિવાજ આદિવાસી કાળથી ચાલે છે. લાખોની સંખ્યામાં હોળીના દિવસો ભકતોનું અહીંયા મહેરામન ઉમટે છે. પાલક ગામની અનોખી રીતે ઉજવાતી હોળીની ખાસિયત એ છે કે, અંગાળા પર ચાલવાની પરંપરા આદિવાસી કાળથી ચાલે છે. તેમજ હોળી પ્રગટાવવા માટેના લાકડા કોઇ ઝાડ કાપીને લવાતા નથી.
પરંતુ ગામના તમામ રહેવાસી પોત-પોતાની રીતે આખા ગામમાંથી ઝાડ પર ટુટેલી લાકડીઓ એકઠી કરે છે. એકઠા કરાયેલા લાકડામાંથી હોળી પ્રગટાવવામાં આવે છે. પાલક ગામમાં સાંજે ૬ વાગ્યે હોળી પ્રગટાવવામાં આવે છે અને મોડી રાત્રે આ હોળીમાંથી અંગાળા પડતા હોય તે મંદીરનાં સેવકો હોળી દહન સ્થળની આજુબાજુ પાથરે છે અને આની ઉપર સ્ત્રી અને પુરુષો બંને ચાલે છે. આજ સુધી આ અંગાળા પર ચાલવાથી કોઇને પણ કોઇ જાતનું નુકશાન થયુ નથી તેવુ માનવામાં આવે છે.