//

બરસાનામાં હોળીના તહેવારની ઉજવણી શરુ જુઓ કેવો છે માહોલ

હિંદુ ધર્મમાં હોળીનું આગવુ મહત્વ હોય છે. એમાં પણ ખાસ કરીને મથુરા, ગોકુલ, વૃંદાવન, બરસાનામાં હોળીનો પર્વ બધા રાજયો કરતા વધુ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. જુની માન્યતાઓ પ્રમાણે રાધા-કૃષ્ણના પ્રેમનો પર્વ એટલે હોળી તેવુ સમજવામાં આવે છે. બરસાનાના પ્રખ્યાત રાધા રાણી મંદિરમાં પરંપરાગત રીતે લાડુ હોળી ઉજવવામાં આવી હતી. આ દરમિયાન બરસાનાના ગોસ્વામી સમાજના લોકોએ લાડુ હોળીના પુરાના ગીતો ગાયા હતાં. આ જ મંદીર સમિતિ વતી તેમણે અબીલ, ગુલાલ દ્વારા ભારે વરસાદ કરવામાં આવ્યો હતો અને ભકતો ઉપર મંદીર તરફથી લાડુનો વરસાદ પણ કરાયો હતો. મંદીરમાં ચારે બાજુ લાડુનો પ્રસાદ વરસાવવામાં આવ્યો હતો. ભકતો દ્વારા પ્રસાદ માટે પડાપડી થઇ હતી જેનું કારણ એ હતુ કે જેને ભગવાનના લાડુનો પ્રસાદ પ્રાપ્ત થાય છે તેના પર ભગવાનની કૃપા થાય છે.

Leave a Reply

Your email address will not be published.