///

કોરોનાનો કકળાટ : કર્ણાવતી ક્લ્બમાં હોળીની નહિ થાય ઉજવણી

કોરોના વાયરસના કારણે લોકોના ફફડાટ જોવા મળયો છે. જયારે કોરોના જેવો ચેપી વાયરસ ના ફેલાય તે માટે શહેરની મોટાભાગની હોળી તેમજ અન્ય કાર્યકમો રદ્દ કર્યા છે. રાજપથ, કલબ, કર્ણાવતી કલબ અને ગુલમહોર કલબે આવતા અઠવાડિયે યોજાવનારી હોળીની ઉજવણી રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ગુલમહોર કલબ ખાતે ૧૦ માર્ચે રેઇન ડાન્સનો કાર્યકમ યોજાવવાનો હતો તેને પણ કેન્સલ કર્યો છે. અને ૮ માર્ચે રાજપથ કલબમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યકમ યોજાવવાનો હતો તેને પણ રદ્દ કર્યો છે.

આ મુદ્દે કર્ણાવતી કલબના પ્રમુખ એન.જી. પટેલે જણાવ્યુ હતુ કે, અમે કલબના પરિસરમાં યોજનારી હોળીની ઉજવણી રદ્દ કરી છે. અમારે ત્યાં હોળી બે વર્ષ બાદ યોજાવનારી હોવાથી સભ્યો ખૂબ ઉત્સાહી હતાં. પરંતુ વાયરસના સંક્રમણના કારણે જોખમ વધુ હોવાથી આરોગ્ય તેમજ સલામતીને લઇને જળવાઇ તે હેતુથી ઉજવણી રદ્દ કરી છે.રાજપથ કલબ તરફથી રાજપથ કલબના સભ્યોને મોકલાયેલા મેસેજ પ્રમાણે વલ્રેડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેમજ આપણી સરકાર કોરોનાથી બચવા માટે સાવચેતીના ભાગરૂપે ભીડ એકઠી ન કરવી જોઇએ તેવી એડવાઇઝરી જાહેર કરી હતી. જેને પગલે ૧૦ માર્ચ એટલે કે ઘૂળેટીના દિવસે રેઇન ડાન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે હવે રદ્દ કરવામાં આવ્યુ છે. 

Leave a Reply

Your email address will not be published.