
પાસ કન્વીનર અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે ફરી રાહત આપી છે હાર્દિક પટેલની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે 20 માર્ચ સુધી રોક લગાવી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં પાટીદાર આંદોલન દરમિયાન તેમની પર કથિત હિંસાનો આરોપ મૂકાયો છે. અગાઉ તેની ધરપકડ 6 માર્ચ સુધી રોકવામાં આવી હતી. 2015-16 માં પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે રાજ્યભરમાં રેલી નીકળી રહી હતી અને સભાઓ પણ થઇ રહી હતી ત્યારે પાસ ટીમે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રેલીનું આયોજન કર્યું હતું જેમાં ગેરકાયદેસર રીતે એકત્ર થવા માટે એક FIR નોંધવામાં આવી હતી કારણ કે પોલીસે દાવો કર્યો હતો કે આ રેલી માટે મંજૂરી આપવામાં આવી ન હતી.