////

હોલિવુડ એક્ટરની ઉદારતા: RM વિલિયમ્સના કર્મચારીઓને 1300 ડોલર ક્રિસમસ ગિફ્ટ તરીકે આપ્યા

હોલિવુડ એક્ટર હ્યુ જેકમેન તેમના નમ્ર સ્વભાવ અને ઉદારતા માટે જાણીતા હોલીવુડ સ્ટાર્સમાંના એક સ્ટાર ગણવામાં આવે છે. ત્યારે આ જ કારણ છે કે તેના ચાહકોની લાંબી લિસ્ટ છે અને તે ઘણીવાર ચર્ચામાં રહે છે. ઓસ્કર નામાંકિત અભિનેતાએ ફરીથી કંઈક એવું કર્યું છે કે, લોકો તેના માટે દિવાના થઈ ગયા છે. હ્યુ જેકમેને ક્રિસમસ માટે ઓસ્ટ્રેલિયન કંપનીના કર્મચારીઓને મોટી રકમ ભેટમાં આપી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, હ્યુ જેકમેનએ ઓસ્ટ્રેલિયન બૂટ કંપની આરએમ વિલિયમ્સના કર્મચારીઓને નાતાલની ઉજવણી માટે 1.2 મિલિયન ડોલર એટલે કે લગભગ નવ કરોડ આપ્યા છે. અભિનેતાની પાસે આ કંપનીમાં 5 ટકા હિસ્સો હતો, પરંતુ ઓક્ટોબરમાં તેણે ઓસ્ટ્રેલિયન કંપની એન્ડ્ર્યુ ફોરેસ્ટ કંપની ખરીદતા પહેલા તેનો હિસ્સો વેચી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે તે રકમમાંથી કેટલીક રકમ કંપનીના કર્મચારીઓને ક્રિસમસ ગિફ્ટ તરીકે દાનમાં આપી છે.

આ અંગે એક એજન્સીના જણાવ્યા અનુસાર, કોઈ અનામ શેરહોલ્ડરે ઓસ્ટ્રેલિયન બૂટ ઉત્પાદક આરએમ વિલિયમ્સના દરેક કર્મચારીને ભેટ રૂપે 1,300 ડોલર એટલે આશરે 1 લાખ રૂપિયા આપ્યા છે. આ કંપનીમાં કુલ 900 કર્મચારીઓ છે, તેથી દાન આપવાનો આંકડો કરોડો સુધી પહોંચે છે. જો કે, એજન્સીએ દાતાનું નામ જાહેર કર્યું નથી. તેમના વતી ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ શેરધારકે કર્મચારીઓને રોકડ ભેટ આપી છે. પરંતુ આ ભૂતપૂર્વ શેરહોલ્ડર કોણ છે, તે દરેક જાણે છે. તો હ્યુ જેકમેનની ઉદારતાના સોશિયલ મીડિયા પર ફરી વખાણ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.