////

ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના બે ઓવરબ્રિજનું કર્યુ ઇ-લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ અમદાવાદના 2 ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યુ હતું. શહેરના પકવાન તેમજ સરખેજ ઓવરબ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તે દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મેયર બિજલ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડના બે ફ્લાય ઓવરનું અમિત શાહ દ્વારા આજે સોમવારે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ફ્લાય ઓવર શરૂ થતા હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની ટ્રાફિકની સમસ્યા હલ થશે. આ ફ્લોય ઓવરના નિર્માણની કામગીરીને કારણે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાતા હતાં.

મહત્વનું છે કે સરખેજ ગાંધીનગર હાઈવે પર વધતા જતા ટ્રાફિકને હળવો કરવાના ભાગરૂપે નેશનલ હાઇવે 147 પર સરખેજ ગાંધીનગર ચિલોડાના કુલ 44 કિ.મીના માર્ગને 4 લેનમાંથી 6 લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.