////

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગૃહપ્રધાન 12 નવેમ્બરના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહપ્રધાન દિવાળી સમયે ગુજરાતના કચ્છ નજીક આવેલી ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે. તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા છે. તે દરમિયાન તેઓ સરહદ પરના સુરક્ષા કર્મચારીઓને મળશે.

કેન્દ્રીય ગૃહપ્રધાનની મુલાકાત પહેલા BSFના DG રાકેશ અસ્થાના પણ કચ્છનો પ્રવાસ કરશે. કોરોના બાદ ગૃહપ્રધાન અમિત શાહનો આ ગુજરાતનો બીજો પ્રવાસ છે. આ પહેલા ગૃહપ્રધાન નવરાત્રિ દરમિયાન ગુજરાત પ્રવાસે આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે સરહદની પાર પાકિસ્તાને તેની ચોકીઓને વધુને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને તે ત્યાં તેની પોઝિશન વધુ મજબૂત બનાવવાની સાથે તેના સંખ્યાબળમાં પણ વધારો કરી રહ્યુ છે. જેના પગલે ગૃહપ્રધાન દ્વારા સરહદી વિસ્તારની મુલાકાત લેવી જરૂરી બની હતી.

Leave a Reply

Your email address will not be published.