////

અમદાવાદીઓને આજે મળશે ભેટ, બે ફ્લાય ઓવરનું ગૃહપ્રધાન અમિત શાહ કરશે ઇ-લોકાર્પણ

દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અમદાવાદના એસજી હાઈવે પરથી પસાર થતા હોય છે. ત્યારે આ વાહનચાલકોની મુશ્કેલીઓ આજે દૂર થશે. આજે સોમવારે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ થવાનું છે.

આજે સોમવારે ગૃહપ્રધાન અમિત શાહ સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફલાયઓવરનું ઇ-લોકાર્પણ કરશે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2016-17માં માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલ દ્વારા બંને ફ્લાય ઓવરને મંજૂરી આપવામા આવી હતી. તે સમયે 867 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકીના અમદાવાદના બે ફ્લાયઓવર પણ હતાં. સરખેજ ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે. તો સાથે જ સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે સોમવારે આ બંને ફ્લાયઓવર અમદાવાદીઓની સુવિધા માટે મુકવામાં આવશે.

દેવ દિવાળીના તહેવાર નિમિતે આજે સોમવારે ગૃહપ્રધાન અમિત શાહ બંને ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. બંને ફ્લાયઓવર શરૂ થતા જ અહીંથી પસાર થતા લાખો નાગરિકોને સુવિધા અને સરળતા મળશે. આ સાથે જ ટ્રાફિકની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published.