///

ગૃહપ્રધાન જાડેજા સુરત પોલીસને સાબાસી આપી રહ્યાં હતાં, ત્યારે જ ASI લાંચ લેતાં ઝડપાયો

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સુરત પોલીસ કમિશ્નર ઓફિસમાં રાજ્યના પોલીસ વડાની હાજરીમાં સુરત પોલીસની કામગીરીના વખાણ કરતી પુસ્તિકાનું તેમણે અનાવરણ કર્યું હતું, પરંતુ તે સમયે સુરત પોલીસના કોન્સ્ટેબલ એક સામાન્ય વ્યક્તિ પાસેથી 4000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા.

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સુરત શહેર પોલીસના બે પોલીસ મથકોનું ઉદ્ઘાટન અને લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસે કરેલી કામગીરીના પુસ્તકનું અનાવરણ કરવા માટે સુરતની મુલાકાતે આવ્યા હતા. ગુરુવારની સાંજે તેઓ સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં પોલીસની કામગીરીના વખાણ કરતી પુસ્તિકાનું અનાવરણ કરી રહ્યા હતા. સુરત પોલીસે લોકડાઉન અને અનલોક બંનેમાં જે કામગીરી કરી હતી તે અંગેની માહિતી આ પુસ્તિકામાં હતી. જોકે તેજ સમયે સુરત પોલીસના એક પોલીસના એક ASI 4000ની લાંચ લેતા ઝડપાયા હતાં.

ACB સુરત પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કામના ફરીયાદી કરિયાણાનો છૂટક ધંધો કરતા હતાં. પોતાની વાનમાં તેઓ કરીયાણાને લગતો સર સામાન ભરી સુરત ગ્રામ્ય વિસ્તારમા છૂટક દુકાનાવાળા સાથે વેપાર કરે છે. તા. 14/12/2020નાં રોજ વરીયાવ નહેર રેલ્વે ફાટકની બાજુમાં શેરડી ગામ રોડ જાહેર રોડ ઉપર વાહન ચેકિગના બહાને ASI જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ દ્વારા ફરિયાદીનું વાહન ઉભું રાખી ગાડી જમા નહિ કરવા બદલ રૂપિયા-12,000ની માગણીની કરવામાં આવી હતી.

તે દિવસે ફરિયાદી પાસેથી રૂપિયા-8,000 લઇ બાકીના રૂપિયા-4,000 બીજા દિવસે આપી જવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ સુરત ગ્રામ્ય એ.સી.બી. નો સપર્ક કરતા ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતું, જેમાં આરોપી એ.એસ.આઈ. જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ સાથે બ ખાનગી વ્યક્તિ ઈકરામ ઇબ્રાહિમ પટેલ, ઈકબાલ મોહમદ પટેલ 4,000ની લાંચ લેતાં ઝડપાઇ ગયા હતાં. ત્રણેય આરોપીઓને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.