
દેશવ્યાપી લોકડાઉનને રાજ્યમાં વધુ કડ બનાવવા ગૃહ રાજ્ય મંત્રી જાતેજ પરિક્ષણ કરવા પહોંચ્યા હતા.લોકડાઉન વ્યવસ્થાનું નિરિક્ષણ કરવા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ શહેરની જાત મુલાકાત લીધી હતી. તો અમદાવાદના ચંડોળા, જુહાપુરા, દાણીલીમડા, શાસ્ત્રી બ્રિજ, પિરાણા રોડ તથા અન્ય વિસ્તારોની મુલાકાત લીધ હતી. લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. મંત્રી પ્રદિપસિંહ જાડેજા ખોડિયારનગર ચાર રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ અને અન્ય વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા.. તો ઠકકરનગર ચાર રસ્તા, કૃષ્ણનગર ચાર રસ્તા, નરોડા પાટીયા, ગેલેક્ષી ચાર રસ્તા, માયા સિનેમા થી કુબેરનગર ફાટક સહિત શહેરના મહત્તમ વિસ્તારને આવરી લેતા રૂટ પર ડ્રોન દ્વારા સર્વેલન્સ સંદર્ભે કરાતી કામગીરીની સમીક્ષા કરી હતી.. ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા