/

મંત્રી વસાવાના દીકરાએ કર્યો હોમ-કોરન્ટાઈનનો ભંગ, ભાગીને ગાંધીનગર મંત્રી આવાસમાં ગયો

ગુજરાતમાં કોરાના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે વિદેશથી આવતા લોકો સામે તંત્ર દ્વ્રારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતના આદિજાતી વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાનો પુત્ર વિદેશપ્રવાસ કરી મુંબઈથી પરત આવ્યો હતો. જ્યારે તે હોમ કોરન્ટાઈન થવાના બદલે પાટનગર ગાંધીનગર પહોંચી ગયો હતો. વિદેશથી આવતા લોકો અને તેમના પરિવારજનોની સુરક્ષાને લઈને સરકાર દ્વ્રારા હોમ કોરન્ટાઈન કરવાની અપીલ કરાય છે ત્યારે ખુદ રાજ્ય સરકારના મંત્રીના દિકરાએ સરકારી નિયમનો ભંગ કર્યો છે.. મંત્રી વસાવાનો પુત્ર સુરતમાં કોરન્ટાઈન રહેવાનાબદલે ગાંધીનગર ખાતે ફાળવવામાં આવેલા સરકારી બંગ્લામાં રહેવા આવી ગયો હતો. અન્ય મંત્રીઓના પરિવારને ઘટનાની જાણ થતા પરિવારજનોના જીવ પડીકે બંધાયેલા જોવા મળ્યા હતા.. જો કે સૂત્ર અનુસાર મંત્રી વસાવાનો પુત્ર ક્યારે ગાંધીનગર ખાતે આવ્યો તેની કોઈને ખબર નથી. તો મંત્રીના બંગલા બહાર સામાન્ય હલચલ જોવા મળતી હતી સાથેજ બંગલાની બહાર હોમ-કોરન્ટાઈનનો કોઈ સ્ટીકર પણ લગાડવામાં આવ્યો નથી..
જો કે રાજ્યના મંત્રી ગણપત વસાવા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમનો પુત્ર વિદેશથી એરપોર્ટ ઉતર્યા બાદ સુરત આવ્યો હતો જ્યારે ત્યાનાં સ્થાનિક આરોગ્યમંત્રની હેલ્પલાઈન પર ફોન કરી તેની વિગતો આપી હતી.. સાથેજ તેઓએ કહ્યું કે- હાલમાં પુત્ર ગાંધીનગર ખાતે હોમ કોરન્ટાઈનમાં રહેશે..

Leave a Reply

Your email address will not be published.