//

વલસાડમાં 108 એમ્‍બ્‍યુલન્‍સનાં કર્મચારીઓની પ્રામાણિક્‍તા

કેટલીકવાર પ્રામાણિકતાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં લોકો અનેક પ્રકારની મદદ કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો વલસાડમાં 108 એમ્‍બ્‍યુલન્‍સનાં કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલા કર્મચારીઓની પ્રામાણિકતા અને સંસ્‍કારિતાનો કિસ્‍સો સામે આવ્યો છે.

108ની ટીમને આર.પી.એફ નજીક અકસ્‍માતનો કેસ મળ્‍યો હતો. જેમાં બે વ્‍યક્‍તિઓ ઘટના સ્‍થળે જ મૃત્‍યુ પામ્‍યા હતા. મૃતકો પાસેથી સોનાનું મંગલસુત્ર 1 નંગ, સોનાની વીંટી 1 નંગ અને સોનાની ચેન 1 નંગ મળીને આશરે 2 લાખ રૂપિયાનો સામાન હતો. જે ઘટના સ્‍થળે મળેલો સામાન વલસાડ 108ના કર્મચારીઓ દ્વારા મૃતકોનાં પરિવારજનોને પરત કરવામાં આવ્‍યો હતો.

આજે પણ સમાજમાં માનવતા જોવા મળી રહી છે. આ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. 108 એમ્‍બ્‍યુલન્‍સનાં કર્મચારીઓએ તેમની નૈતિક ફરજનું ઉદાહરણ પુરુ પાડયું છે.

Leave a Reply

Your email address will not be published.