/

અશ્વ ઉછેર ફાર્મ, 19 નસલના શુદ્ધ અશ્વો છે આ ફાર્મમાં!

હિતેશ ઠકરાર
પોરબંદર

પોરબંદરના માધવણી કોલેજ ગ્રાઉન્ડ પાછળ અશ્વ ઉછેર ફાર્મ આવેલ છે જ્યા શુદ્ધ કાઠિયાવાડી અશ્વો છે.. કોરોના મહામારીના પગલે ફાર્મ હાઉસમાં તમામ અશ્વોનું નિયમ મુજબ સેનિટાઈઝિંગ કરવામાં આવ છે. તો તકેદારીના ભાગરૂપે ફાર્મ મુલાકાતીઓની અવર જવરને પણ બંધ કરવામાં આવી છે.. ફાર્મમાં ઉછેર કરવામાં આવેલા 19 નસલના કાઠિયાવાડી અશ્વની 6થી 7 પેઢીનો રેકોર્ડ સાચવી રાખવામાં આવ્યો છે. તો આ ફાર્મ હાઉસના અશ્વનું ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી કાઠિયાવાડી હોર્સ બ્રિડર્સ એસોશિયેશનમાં રજિસ્ટર પણ કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં બધાજ અશ્વનું DNA ટેસ્ટ પણ કરવામાં આવશે. જે એમને ઈન્ટરનેશનલ હોર્સ પાસપોર્ટ બનાવવામાં ઉપયોગી નીવડશે. તો આગામી ટૂંક સમયમાં આ અશ્વો પર એક સુંદર અને પૂર્ણ કાઠિયાવાડી અશ્વની બધીજ માહિતી આપતું એક પુસ્તક અને ગુજરાત સરકાર દ્વારા એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનશે. આ શુદ્ધ નસલના કાઠિયાવાડી ઘોડાની ટ્રેનિંગ અને સવારી કરવા માટે એક VSAF રાઇડિંગ સ્કૂલ પણ ચલાવવામાં આવે છે જેનું પોરબંદરના યુવાનો પણ લાભ લે છે આગામી સમયમાં પોરબંદર જિલ્લા અને શહેરનું નામ શુદ્ધ કાઠિયાવાડી અશ્વ માટે પણ વિશ્વમાં જાણીતું બનશે તેમાં કોઈ નવાઈ નહીં

Leave a Reply

Your email address will not be published.