////

ભાજપના ધારાસભ્ય અને સિંગર કિંજલ દવેએ જાહેરમાં ઘોડેસવારી કરી

ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને પ્રખ્યાત ગાયક કલાકાર કિંજલ દવેએ કોરોનાકાળ વચ્ચે ભીડ ભેગી કરી ઘોડે સવારી કરી જે અંગેનો અહેવાલ આપવા બનાસકાંઠા એસપીને ગુજરાત રાજય માનવ અધિકારના આયોગે આદેશ કર્યો છે. જેમાં જાહેર આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવાના કૃત્ય અંગે આયોગને ફરિયાદ મળતા આ કાર્યવાહી કરી છે.

ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડયા તથા ગાયક કલાકાર કિંજલ દવેએ ઘોડે સવારી કરીને જાહેરમાં સરઘસ કાઢયું હતું. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમનો ભંગ થયો હતો. સંક્રમણ ફેલાવવાની ભીતિ હોવા છતાં આ પ્રકારે જાહેર આરોગ્યને નુકસાન પહોંચે તેવું ગંભીર કૃત્ય કર્યું હતું. જેથી માનવ અધિકારનું હનન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગુજરાત માનવ અધિકાર આયોગને ઇ મેઇલ મારફતે ફરિયાદ કરી છે. જેને આધારે પંચે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકને તપાસનો અહેવાલ 23મી નવેમ્બર પહેલા આયોગને પહોંચાડવા આદેશ કર્યો છે. સમયમર્યાદામાં અહેવાલ નહીં મળે તો આયોગ આગળની કાર્યવાહી કરશે તેમ હુકમમાં જણાવાયું છે.

આ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે એપેડેમિક રોગ અધિનિયમ 1993 અંતર્ગત રોગને ફેલાતો રોકવા અને નિયંત્રિત કરવા માટે લોકોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.