///

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, છૂટક મોંઘવારીમાં 6 વર્ષનો તૂટ્યો રેકોર્ડ

દિવાળીના તહેવારોની સીઝનમાં ફળ તેમજ શાકભાજી મોંઘા થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. જેમાં બટાટા, ડુંગળી તેમજ ટામેટાએ તમામ રેકોર્ડ તોડીને મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. ઓક્ટોબર મહિનામાં બટાટા, ટામેટા અને ડુંગળી 6 વર્ષનો રેકોર્ડ તોડી સૌથી ઉંચો છૂટક મોંઘવારી દર નોંધાયો છે.

આ ઉપરાંત ખાદ્ય ચીજવસ્તુઓમાં થયેલા ધરખમ વધારાથી છુટક મોંઘવારીના દર આસમાને પહોંચ્યા છે. ઓક્ટોબર માસમાં ખાણીપીણીની ચીજવસ્તુઓનો છુટક મોંઘવારી દર 11 ટકા પર પહોંચ્યો છે. શાકભાજી અને દાળની કિંમતોમાં ભારે વધારો થતા ચલણી સ્કીમોમાં તેજી જોવા મળી હતી. જ્યારે ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર ઓગસ્ટમાં 9.05 ટકા હતો. જે વધીને સપ્ટેમ્બરમાં 10.68 ટકા થયો.

હાલમાં રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે, ત્યારે દરેક ક્ષેત્રમાં મંદી જોવા મળી રહી છે. સરકારે RBIને છુટક મોંઘવારી દરને 2થી 6 ટકાની અંદર રાખવાનું કહ્યું છે. જો છુટક મોંઘવારીનો દર 6 ટકાથી વધી જાય તો સામાન્ય લોકો પર બોજો પડે છે. છૂટક મોંઘવારી દરમાં સતત વધારો થતા વ્યાજ દરમાં માફીની આશાને ઝટકો લાગ્યો છે. છૂટક મોંઘવારી વધતા હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને વ્યાજ દર ઘટાડવામાં સમસ્યા સર્જાશે.

Leave a Reply

Your email address will not be published.