/

કોરોનાના કહેરને લઇ WHO કેટલું સતર્ક જાણો

કોરોના વાયરસના કારણે વિશ્નનાં દરેક દેશો તેને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોના વાયરસ પોતાના દેશમાં ન આવે જેથી વિશ્વના તમામ એરપોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. તેની સાથે જ ભારત સરકારે વિદેશથી આવનારા તમામં લોકોના તમામ પ્રકારના વિઝા રદ્દ કર્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં પ્રમુખે જણાવ્યુ હતુ કે, નવા કોરોના વાયરસને હવે મહામારી કહી શકાય છે. તેમજ કોવિદ-૧૯ કોરોનાની મહામારી પહેલા કયારેય જોઇ નથી. સ્વેસ્થય અને પરિવાર મંત્રાલયે જણાવ્યુ હતું કે, ભારત આવનારાઓ એવા તમામ પ્રવાસીઓને ઓછામાં ઓછા ૧૪૪ દિવસો માટે અલગ રાખવામાં આવશે. જે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ બાદથી ચીન, ઇટલી, ઇરાન, રિપબ્લિક ઓફ કોરિયા, ફ્રાન્સ અને જર્મનીથી આવ્યા હશે કે આવવાના હશે. આ પ્રવાસીઓમાં વિદેશી પ્રવાસીઓની સાથે ભારતીયો પણ હશે.

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ જણાવ્યુ હતુ. ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર્સને આપવામાં આવેલા વિઝા ફી ટાવેર્લની છુટ ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ રહેશે. આ નિર્ણય ૧૩ માર્ચ ૨૦૨૦ની અડધી રાતથી જ લાગૂ થઇ જશે. એર ઇન્ડિયાએ ઇટલી અને દક્ષિણ કોરિયાની તમામ ફલાઇટ કેન્સલ કરી છે. ઇટલી માટે ૨૮ માર્ચ અને કોરિયા માટે ૨૫ માર્ચ સુધી ફલાઇટ રદ્દ કરી દેવામાં આવી છે. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ યૂરોપિયન દેશોથી અમેરિકાના પ્રવાસ પર ૩૦ દિવસનો પ્રતિબંધ લગાવ્યો છે. ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, આ વાયરસથી જોડાયેલા નવા મામલાઓને દેશમાં પ્રવેશથી રોકવા માટે આ પગલું ભરીને રોક લગાવવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published.