ભારત સહિત પુરી દુનિયા કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહી છે. જેને લઈને દેશ-વિદેશ દ્વારા અનેક સંશોધનો હાથ ધરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને હરાવવા માટે તેના લક્ષણોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોવિડ-19 અંગે એ માહિતી મેળવવામાં આવી રહી છે કે, શું આ રોગ બોલવાથી તેમજ ગીત ગુનગુનાવવાથી કે કોઈ બીજી રીતે ફેલાય છે કે કેમ. હાલમાં કોરોના પર કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોરોના સંક્રમિતના બોલવા તેમજ ગીત ગાવા દરમિયાન મોંમાંથી નીકળતા સૂક્ષ્મ છિદ્રો દ્વારા સંક્રમણ ફેલાઈ શકે છે.
આ અંગે સંશોધન કરવા માટે સ્વીડનના સંશોધનકારોએ કોરોના સંક્રમિત તેમજ 12 કોરોના નેગેટિવ લોકોનું પરિક્ષણ કર્યું. જેમાંથી અડધા લોકો પ્રોફેશનલ ઓપેરા ગીતકાર હતા. જેમાં કોરોના સંક્રમિત તેમજ નેગેટિવ લોકો જ્યારે એકબીજા સાથે વાત કરે છે કે ગીત ગાય છે, તે દરમિયાન વાતાવરણમાં કઈ રીતે સૂક્ષ્મ છિદ્રો ફેલાઈ છે. આ અંગે જાણવા માટે આ લોકોને એક પછી એક એમ એક ચેમ્બરમાં બોલવા તેમજ ગીત ગાવા માટે જણાવવામાં આવ્યું.
આ અભ્યાસમાં રસપ્રદ માહિતી જાણવા મળી હતી. જેમાં ગીતકાર પર પ્રયોગ કરવામાં આવ્યો હતો, તેમને એક કવિતા એક જ પિચ પર ઘણીવાર ગાવાનું કહેવામાં આવ્યું અને આ કવિતાને શબ્દોની સાથે જ તેના શબ્દના માત્ર સ્વરોમાં પણ ગાવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન એ વાત સામે આવી કે, કોરોનાગ્રસ્ત બે વ્યક્તિઓની વાતચીત દરમિયાન ત્યાંની હવામાં વાઈરસ મળ્યા ન હતા, જેને શોધી શકાય. પરંતુ હવા અને વ્યક્તિ વાઈરસથી કેવી રીતે ગ્રસ્ત છે તેના પર નિર્ભર કરે છે કે હવામાં વાઈરસનો લોડ કેટલો હશે. જોકે, એક કોરોનાગ્રસ્તના ગીત ગાવાથી આજુબાજુના વાતાવરણમાં એયરોસોલથી સંક્રમણની સંભાવનાને નકારી શકાય નહી.
આ ઉપરાંત સંશોધનકારોનું માનવું છે કે, આ અભ્યાસનું કારણ એ નથી કે ગીત ગાવાના કાર્યક્રમોને બંધ કરી દેવામાં આવે, પરંતુ સામાજિક દૂરી, સારી રીતે સાફ સફાઈ અને વેન્ટિલેશનનું ધ્યાન રાખીને ગાયનોના કાર્યક્રમોનું આયોજન કરી ગીતો સાંભળી શકાય છે. આ સાથે જ માસ્કનો ઉપયોગ કરીને વાઈરસથી દૂર રહી શકાય છે. તો રોજબરોજના જીવનમાં માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક દૂરી રાખવાથી કોવિડ-19નો ખતરો ઓછો થઈ શકે છે.