/

રાજ્યસભાનું રાજકારણ પણ ધાનાણીને કેટલો વિશ્વાસ ?

ગુજરાત રાજયસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવામાં કોંગ્રેસ-ભાજપના રાજકીય નેતાઓ એકબીજા પર પ્રહારો કરી પોતે જ ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યકત કરે છે. આજે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસ જ રાજયસભાની ચૂંટણી જીતશે તેવો દાવો કર્યો છે. પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, નીતી, ધર્મ અને સત્યનો વિજય થશે. મહાભારતમાં પણ એવુ થયુ છે. કોંગ્રેસ પક્ષનો દરેક વ્યકિત વિચારધારાને વળગીને રહે છે. કોંગ્રેસ વિચારધારાને વરેલો પક્ષ છે. મારા ધારાસભ્યો પર મને વિશ્વાસ છે. રાષ્ટ્રવાદ સાથે ચાલનારી પાર્ટી કોંગ્રેસ કોમ જાતિથી ઉપર છે.

પરેશ ધાનાણીએ વધુમાં ભાજપ ઉપર પ્રહારો કરી જણાવ્યુ હતું કે, ભાજપ માત્ર સત્તા મેળવવાની લાલસા ધરાવે છે. આ પહેલા પણ ભાજપે સત્તાનાં દુરુપ્રયોગ કરીને સત્તા અંકે કરવાની કોશિશ કરી છે. પરંતુ પ્રજાએ તમામને સણસણતો જવાબ આપ્યો છે. પરેશ ધાનાણીએ કોંગ્રેસ જ રાજયસભાની ચૂંટણી જીતશે તેવું જણાવ્યુ હતુ તેમજ પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ છે તેવુ જણાવ્યુ હતુ પરંતુ ધારાસભ્યોને વોટીંગ વખતે બહાર લઇ જવાની રણનીતિ આ વખતે અપનાવશે કે કેમ તે મુદ્દે ધાનાણીએ ગોળ-ગોળ વાતો કરીને જવાબ આપવાનું ટાળી દીધુ હતું. 

Leave a Reply

Your email address will not be published.