/

કોરોના વાયરસની અસર શેરબજાર પર કઈ રીતે પડી ?

ફૂડના ઘટતા ભાવ અને કોરોના વાયરસની અસરથી શેર બજાર પર જોવા મળી છે. વલ્રેડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને વિશ્વ મહામારી જાહેર કરી છે. જેથી સરાકારે ૧૫ એપ્રિલ સુધી તમામ દેશોના ટુરિસ્ટના વિઝા પર રોક લગાવી છે. આથી માર્કેટમાં તેની સીધી અસર જોવા મળી છે. આજે શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેકસમાં મોટો કડાકો જોવા મળયો છે. સેન્સેકસ ૧૮૦૦ પોઇન્ટ તૂટયો છે. જયારે નિફટીમાં ૫૦૦ પોઇન્ટનો કડાકો જોવા મળયો છે. આજે અઠવાડિયાના સતત ત્રીજા દિવસે પણ શેરબજારમાં કડાકો જોવા મળયો છે. બોમ્બે સ્ટોક એકસચેજનો મુખ્ય સૂચકાંક સેન્સેકસ ૧,૭૮૪.૪૪ અંક એટલે કે ૫.૦૩ ટકાના ઘડાટા સાથે ૩૩,૯૦૩.૨૬ પર ખુલ્યો છે. જયારે નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી ૫૩૨.૬૫ પોઇન્ટ એટલે કે ૫.૦૯ ટકા ઘટીને ૯,૯૨૫.૭૫ના સ્તર પરપ ખુલ્યો છે. સેકટોરિયલ ઇન્ડેકસમાં આજે શેર ઘટાડા શરૃ થયા છે. જેમાં પીએસયૂ બેંક, પ્રાઇવેટ બેંક મીડિયા, આઇટી ફાર્મા, એફએમસીજી, રિયલ્ટી, ઓટો અને મેટલ સામેલ છે. આઇએાસી, ઇંટસઇંડ બેંક, ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, વેદાંતા લિમિટેડ, બીપીસીએલ, ઇન્ફોસીસ, ટાટા મોર્ટસ અને પાવર ગ્રિડના શેર રેડ ઝોનમાં ખુલ્યા છે.

Leave a Reply

Your email address will not be published.