
યશ બેન્કના સંસ્થાપક અને પૂર્વ CEO રાણા કપૂરની EDએ આખી રાત પૂછપરછ કરીને તેના વિરુદ્વ મની લોન્ડ્રીગનો કેસ નોંધી લોકઅપમાં ધકેલયા છે. લગભગ ૩૧ કલાકની પુછપરછ અને રાણા કપૂરના ઠેકાણાઓ પર ૩૬ કલાક સુધી દરોડા પાડી રવિવારે લોકઅપમાં ધકેલયા હતો. ઠેકાણાઓ તેમજ તેમના અને તેમના પરિવાર સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. જેથી પરિવારના કોઇ સભ્યો ભારતની છોડીને વિદેશમાં જઇ શકે નહીં હાલમાં જ રાણાની પુત્રીને વિદેશ જતાં એરપોર્ટ પર જ અટકાવવામાં આવી હતી. આ સમગ્ર મની લોન્ડીંગનો સીબીઆઇએ કેસ નોંધી વધુ વિગતો બહાર લાવવા તપાસ હાથધરી છે. હાલ મુંબઇની કોર્ટે તેમને ૩ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.
શું હતો સમગ્ર મામલો ?
સમગ્ર કેસમાં ઇડીનો આરોપ હતો કે, રાણા કપૂર કેપનીઓને લોન આપવાના બદલામાં લગભગ ૬૦૦ કરોડની લાંચ લીધી હતી. ગયા જાન્યુઆરીમાં કપૂરને રિઝર્વ બેંકના આદેશ બાદ સીઇઓનું પદ છઓડવુ પડયું હતું. ત્યાર બાદ તેમને ભણકારા વાગી ગયા હતાં કે તેમનો ભાંડો ફુટવાનો છે જેથી તેઓ લંડન ભાગી ગયા હતાં. જેથી સરકાર તેમણે લંડનથી પાછા બોલાવવા માટે નવા રોકાણકાર મળી રહ્યા નથી જેથી તેઓ ભારત આવીને બેંકનું સુકાન સંભાળી લે જેથી તેઓ ભારત પરત ફર્યા હતાં.