
ભારતમાં પણ કોરોના વાયરસ પ્રવેશ કરી ચૂકયો છે. દેશભરમાં વાયરસથી સંકમિત દર્દીઓની સંખ્યા વધીને ૮૧ થઇ ગઇ છે. દર્દીઓમાં ૧૭ વિદેશી નાગરિકો પણ છે. દિલ્હીમાં કોરોના વાયરસના કારણે જેએનયુ અને જામીયા યુનિવર્સિટી પણ બંધ રાખવામાં આવી છે. સરકારે ૧ હજારથી વધુ ગીચ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકયો છે. યુપીમાં કોરોના વાયરસના કારણે ૨૨ માર્ચ સુધી બધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે.
પરંતુ વિધાર્થીઓન ભવિષ્ય ના બગડે તે માટે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી નથી. મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં ૫ જિલ્લાઓમાં સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા છે. નવી મુંબઇ, પિંપરી, ચિંચવાડ અને નાગપુરમાં પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ ૧ મહિના સુધી સૈનિકોની ભરતી રેલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હરિયાણા અને બિહારમાં ૩૧ માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.