/

કોરોના વાઇરસ ફેલાય તે પહેલા તંત્ર કેટલું સજ્જ ?

કોરોના વાયરસનાં કારણે ભારતમાં હાલ ૩ વ્યકિતઓના મોત નિપજયા છે. જેથી કોરોના વાયરસ ભારતમાં પ્રવેશયો હોવાથી ભારત તેમજ ગુજરાત સરકારે સર્તકતા દાખવી છે. ગઇકાલે જ સરકોર ેશાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય સરકારે કર્યા હતો. આજે આવો ફરી એક નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. જેમાં રાજય સરકારે ગઇકાલે એપિડેમિક એકટ લાગુ કરી છે. જેનું કારણ કોરોના વાયરસ ના ફેલાય તે માટેનું છે. કોરોના વાયરસને વલ્રેડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મહામારી તરીકેની જાહેરાત કરી છે. કોરોના વાયરસના કારણે રાજય સરકારે વિવિધ પગલાઓ ભર્યા છે. જેમાં એરપોર્ટમાં સ્કેનિંગથી માંડીને સામાન્ય નાગરિકો માટે એડવેટાઇઝરી પણ જાહેર કરી છે. પરંતુ હવે ફરી એકવાર કોરોનાના પ્રકોચથી બચવા અને નાગારિકોના સ્વાચ્છય અંગે વિદેશથી આવેલી વ્યકિત ઘરની બહાર ૧૪ દિવસ સુધી નીકળી શકશે નહી. ઝો માટેની એપિડેમિક એકટ લાગુ કરી છે.

આ સાથે જ ઘરની અંદર કે બહારના વ્યકિતઓ સાથે સંપર્ક પણ કરી શકાશ નહી. જો વિદેશથી આવેલો વ્યકિત બહાર નીકળશેતો મ્યુનિસિપલ તંત્ર તેની સામે કાર્યવાહી કરી નક્કર પગલા બરશે. વિદેશથી આવેલા વ્યકિતને સૌ પ્રથમ સોલા સિવિલ ખસેડવામાં આવશે. જયાં તેનું સંપૂર્મ સ્વાચ્છયની તપાસ કરાવામાં આવશે. સોલા સિવિલમાં કોરોનાસંક્રમકના ૧૦૦ બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. ફકત સરકાર માન્ય લેબમાં જ વિદેશથી આવેલા કે કોરોનાના લક્ષણો દેખાતા વાયરસના સેેમ્પલની ચકાસણી કરવામાં આવશે. તેમજ જો કોઇ શંકાસ્પદ કેસનો વ્યકિત તપાસમાં સહકાર નહી આપે તો પોલીસની પણ મદદ લેવાશે. ગુજરાતમાં લાગુ કરાયેલી એપિડેમિક એકટ મુજબ દરેક વિદેશથી આવેલા વ્યકિતઓએ પાલન કરવુ પડશે. અને જો એકટનો ઉલ્લંઘન કરશે તો તેની સામે નક્કર કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.