//

કોંગ્રેસ આમ જીતશે રાજ્યસભાની ચૂંટણી ?

ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓએ હાઈ કમાન્ડ સમક્ષ લોબિંગ શરૂ કરી છે. તમામ સિનિયર નેતાઓ એક તરફ છે. તો બીજી તરફ સામાજિક આગેવાનો પણ રાજ્યસભાની ટિકિટની માગણી કરી રહ્યા છે ગુજરાત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે ગઈકાલે પ્રભારી રાજીવ સાતવે આગેવાનો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી અને આજે પણ કોંગ્રેસના અનેક આગેવાનો અને ધારાસભ્યોએ સાતવે બેઠક કરી હતી. રાજ્ય સભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધીનું નામ પણ ચર્ચાનો વિષય બન્યું હતું .જોકે પ્રભારી રાજીવ સાતવ એ કહ્યું કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભામાં જાય તેવી કોઈ પણ વાત નથી અને સાથે દાવો કર્યો કે રાજ્યસભાની ચૂંટણીમાં અમે બંને બેઠક જીતવાના છીએ. ભૂતકાળની જેમ અમારા એક પણ ધારાસભ્ય તૂટવાના નથી.

જોકે રાજ્ય સભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં એક સાંધતા તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ તમામ સિનિયર નેતાઓ રાજ્ય સભામાં જવા માટે સંગઠનની રહ્યા છે. તો બીજી તરફ પાટીદાર ધારાસભ્યોની પણ એક બેઠક મળી હતી કે જેમાં પાટીદાર સમાજનો કોઈ પણ એક આગેવાન અથવા તો ધારાસભ્ય અને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પ્રભારી સમક્ષ માંગ પણ કરવામાં આવી છે તો બીજી તરફ દલિત સમાજના આગેવાનો પણ પ્રભારી સાથે વાતચીત કરીને દલિત સમાજને રાજ્યસભામાં સ્થાન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે આ મામલે પ્રભારી રાજીવ સાતવ જણાવ્યું કે ભણે સમાજની માગણીઓ સ્વીકારી છે અને સમાજના આગેવાનો સાથે અમારી વાતચીત થઈ છે હાઈ કમાન્ડનો જે નિર્ણય હશે તેને યોગ્ય તક આપવામાં આવશે અને બાકીના લોકોને ભવિષ્યમાં તક આપવામાં આવશે પરંતુ રાજ્યસભાની ચૂંટણી પહેલા જે રીતે ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ રાજ્ય સભાની ચૂંટણીને લઈને હાઈ કમાન્ડ સામે પોતાના તીખા તેવર સાથે રજૂઆત કરી રહ્યા છેતેને જોતાં લાગે છે સત્તાપક્ષ કોંગ્રેસના કોઈપણ દિગ્ગજ નેતા નો સહારો લઇ કોંગ્રેસની રાજ્યસભામાં બે સીટો જીતવાના અરમાન પર તેના પર પાણી ફેરવવામાં ભાજપ સફળ થાય તો પણ નવાઈ નહિ.

Leave a Reply

Your email address will not be published.