////

કોરોના વેક્સિન કઇ રીતે તમારા સુધી પહોંચશે, VIDEO જોઈને દંગ રહી જશો

વિશ્વ સહિત દેશ કોરોના વાઇરસ સામે ઝઝુમી રહ્યોં છે. આ વચ્ચે બ્રિટન અને રશીયાએ કોરોના વેક્સિનને લઇ મોટા સમાચાર આપ્યા છે અને આગામી અઠવાડીયાથી આ બંને દેશ વેક્સિનનો ઉપયોગ પણ શરૂ કરી દેશે. આ વચ્ચે ભારત તરફથી પણ ગઇકાલે યોજાયેલી સર્વદળીય બેઠકમાં આગામી મહિનામાં વેક્સિન આવી જવાના સંકેત વડાપ્રધાન મોદીએ આપ્યા છે. ત્યારે આ વેક્સિનનું દેશમાં કઇ રીતે વિતરણ થશે તેનો એક વીડિયો GMRએ ગૃપએ શેર કર્યો છે.

દેશ એ કોરોના વેક્સિનના વિતરણને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ વચ્ચે GMR ગૃપએ હૈદરાબાદ એર કાર્ગો અને દિલ્હી એર કાર્ગોનો એક વિડિયો શેર કર્યો છે. બંને રાજ્યના એર કાર્ગો એરપોર્ટથી કોરોનાની વેક્સિનનું વિતરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે જે સમગ્ર પ્રક્રીયા આ વીડિયોથી અવગત કરે છે.

મહત્વનું છે કે દેશ હાલમાં કોરોના વાઇરસ સામે લડી રહ્યોં છે. આ વચ્ચે દેશમાં પણ 6 વેક્સિન પર કામ થઇ રહ્યું છે. જ્યારે કેટલીક વેક્સિન પર ત્રીજા ફેજની ટ્રાયલ ચાલી રહી છે. જેની આગામી દિવસમાં મંજૂરી મળી થશે તેવુ નિવેદન વડાપ્રધાન મોદીએ ગઇકાલે યોજાયેલી સર્વ દળીય બેઠકમાં આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.