/

દેવભૂમિ દ્વારકામાંજ દિવા તળે અંધારું સરકારી ઇમારતોના લાખો રૂપિયા વેરો બાકી !

સ્થાનિક નાગરપાલિક હોઈ કે તાલુકા ,જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયત હાઉટેક્ષ બાકી હોઈ તો ઢોલ નગારા વગાડીને લોકોની આબરૂના ધજાગરા ઉડાડી દે છે ત્યારે સરકાર પોતાની જ ઇમારતોના વેરા નહિ ભરતી હોવાથી લોકોમાં કચવાટ શરૂ થયો છે આવું જ બન્યું છે દેવભૂમિ દ્વારકાર જિલ્લાની સરકારી ઇમારતોના વેરા નહિ ભરાતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા નગર પાલિકામાં સરકારી કચેરીઓના વેરા બાકી છે  લોકોમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે કે સરકારી બિલ્ડિંગના વેરા બાકી હોય તો પગલાં લેવામાં આવતા નથી ખંભાળિયા નગરપાલિકામાં સરકારી કચેરીઓના 40 લાખ રૂપિયા જેટલી રકમ બાકી ખંભાળિયામાં આવેલ વિવિધ સરકારી બિલ્ડીંગની વાત કરીએ તો જીલ્લા પંચાયત (જૂની હોસ્પિટલ ) , મામલતદાર કચેરી , ITI , સીટી સર્વે , ગુજરાત એસટી વિભાગ સહિતની સરકારી કચેરીઓનો 40 લાખ જેટલો કરવેરો બાકી.છે અને ક્યારે ભરાશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે પાલિકાની પ્રથમ જવાબદારી છે કે કરવેરો ઉઘરાવવામાં ખંભાળિયા નગરપાલિકા દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે ખંભાળિયાના કોંગ્રેસના સદસ્ય દ્વારા મંગાયેલ માહિતી માંગવામાં આવી હતી જેમાં સંપૂર્ણ વિગતો બહાર આવી છે સરકારની જ બેદરકારી અને પાલિકાના હાઉસ ટેક્સ વિભાગની ઉદાસીનતા સામે પણ અનેક સવાલો કોંગ્રેસના આગેવાનોએ ઉઠાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.