///

નિવાર બાદ તામિલનાડુ અને કેરળમાં બુરેવી વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના

નિવાર વાવાઝોડા બાદ તામિલનાડુ અને કેરળમાં વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આવતીકાલે કેરળ અને તામિલનાડુમાં બુરેવી વાવાઝોડુ ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાને પગલે બે હજારથી વધુ રાહત શિબિર કાર્યરત કરવામાં આવ્યો છે. તો સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

સાથે જ વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન સાથે વાત કરીને દરેક મદદનું આશ્વાસન આપ્યું છે. જેમાં મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કહ્યું કે, મેં વડાપ્રધાન મોદી સાથે વાવાઝોડાને લઈને ચર્ચા કરી છે. અમે રાજ્ય સરકાર તરફથી લેવામાં આવેલા પગલા વિશે તેમને જાણકારી આપી છે.

વધુમાં વિજનયને કહ્યું કે, હવામાન વિભાગ અનુસાર તિરુવંનતપુરમ, કોલ્લમ, પથનમોર્થેટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝા, ઈડુક્કી અને એર્ણાકુલમ જિલ્લામાં પાંચ ડિસેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

વાવાઝોડાના પગલે NDRFની આઠ ટીમો પણ કેરળ પહોંચી ગઈ છે. સાથે જ 175 પરિવારોના 697 લોકોને રાહત શિબિરમાં મોકલી દેવાામા આવ્યા છે. સાથે જ 2489 અન્ય કેમ્પ પણ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત એયરફોર્સ અને નેવી રેસક્યુ ઓપરેશન્સ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.