///

તમિલનાડુની મદ્રાસ હાઈકોર્ટમાં પતિ-પત્નીએ એકસાથે લીધા શપથ

તમિલનાડુની મદ્રાસ હાઈકોર્ટમાં પતિ-પત્નીએ એક જ દિવસે જજ બનીને શપથ લઈ ઇતિહાસ સર્જ્યો છે. મદ્રાસના ન્યાયિક જગતના ઇતિહાસમાં અત્યાર સુધી આવું ક્યારેય બન્યું નથી. આ અંગે વરિષ્ઠ વકીલ વિજય નારાયણે જણાવ્યું હતું કે, ન્યાયાધીશ મુરલી શંકર કુપ્પુરાજુ અને ન્યાયાધીશ તમિલસેલ્વી ટી વલયાપલાયમે આવું કરીને ન્યાયિક જગતમાં ઇતિહાસ રચ્યો છે.

આ મદ્રાસ હાઈકોર્ટમાં દંપતી ઉપરાંત 8 અન્ય જજોએ પણ શપથ લીધા હતા. નારાયણે જણાવ્યું હતું કે, ન્યાયાધીશ કુપ્પુરાજુએ ન્યાયાધીશ તમિલસેલ્વી સાથે લગ્ન કર્યા છે. મદ્રાસ હાઈકોર્ટના મામલામાં કદાચ પતિ-પત્નીએ જજ તરીકે પદ પર એક જ દિવસે શપથ લીધા હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

જોકે આ અગાઉ પણ આ પ્રકારની ઘટના પંજાબ હાઇકોર્ટમાં બની હતી. આ ઘટનામાં નવેમ્બર 2019માં પંજાબ હાઇકોર્ટમાં ન્યાયાધિશ વિવેક પુરી અને ન્યાયાધિશ અર્ચના પુરીએ શપથ લીધા હતા. આ બંને પણ પતિ-પત્ની હતા.

Leave a Reply

Your email address will not be published.