///

PSI અમિતા જોશી આત્મહત્યા કેસ : પતિ અને સાસરિયા ઝડપાયા

સુરતના ઉઘના વિસ્તારના મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આત્મહત્યા કરી હતી. પીએસઆઈ અમિતા જોશીએ 5મી ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ સમગ્ર કેસમાં તપાસ કરતા તેમના કોન્સ્ટેબલ પતિના આડાસંબંધો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે આ કેસમાં કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયાઓને ભાવનગર-ગારિયાધારથી ઝડપાયા છે.

અમિતા જોશીનો પતિ અને સાસરિયા તમામને ભાવનગરથી ઝડપી પડાયા છે. અમિતા જોશીએ પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હતો. તેઓએ પોતાના પેટમાં ગોળી ધરબીને જીવન ટૂંકાવ્યું હતું.

આ વચ્ચે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. ત્યારે પોલીસે પતિ સહિત સાસરિયાંના 5 સભ્યની ગારિયાધાર અને ભાવનગર ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ આરોપીઓને સુરત લઇ આવવા રવાના થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.