//

ગીર સોમનાથના રામપરા ગામમાં પતિ-પત્ની સુતા અને ક્યારેય ઉઠી જ ન શક્યા

ગીર સોમનાથના રામપરા ગામની સીમ માં રાત્રીના અંધારા માં ચકચારી ઘટના છે વાડી મકાનના ઓરડામાં નિંદ્રાધીન પતિ પત્નીની કરપીણ હત્યા થઇ છે કુહાડીના ધા મારી અજાણ્યા હત્યારા ઓ એ કરી આધેડ દંપતી ની નિર્મમ હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

ઘટના છે ગીર સોમનાથ જિલ્લા ના પ્રભાસ પાટણ તાબા ના રામપરા ગામની. વાડી ના ઓરડા માં ગત રાત્રે નિંદ્રાધીન દંપતી ની ખબર નહિ હોય કે સવાર નો સૂરજ તેઓ જોઈ નહિ શકે અને આ નિંદર તેમની જીવન ની લાંબી નિંદર માં પલટાઈ જશે. મધ્યરાત્રીએ કોઈ હત્યારાઓ એ અતિ ક્રૂરતા પૂર્વક બન્ને પતિ પત્ની ને મોત ને ઘાટ ઉતારી દીધા હતા. મૂળ નજીક ના જ બીજ ગામ ના કોળી રામાભાઈ સિદીભાઈ ભાદરકા ઉ.વ. – ૬૦ અને તેની પત્ની લક્ષ્મીબેન સાથે સાતેક વર્ષ થી રામપરા ગામની સીમમાં આવેલ વાડી ના મકાન માં રહેતા.

આજે સવારે ઘઉં માં કામ કરતાં મજૂર જ્યારે ઓરડા માં પ્રવેશ કરે છે ત્યાં જ બન્ને પતિ પત્ની ની લોહી થી લથબથ લાશ જોઈ હતપ્રભ બની જાય છે. આ બાબતે તાત્કાલિક પોલીસ ને જાણ કરતાં પ્રભાસ પાટણ પોલીસ તેમજ એ.એસ. પી. અમિત વસાવા જિલ્લા ક્રાઈમ બ્રાંચ ની ટિમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જગ્યા નું ઝીણવટ પરીક્ષણ હાથ ધર્યું હતું. પોલીસ ના કહેવા મુજબ બન્ને દંપતી ની હત્યા લૂંટ ના ઇરાદે થઈ નથી કારણ કે મૃતક લક્ષ્મીબેન એ પહેરલ ઘરેણાં યથાવત છે.માટે હત્યા પાછળ અન્ય કોઈ કારણ જ હોઈ શકે..

મૃતક રામાભાઈ તેમની બીજી પત્ની લક્ષ્મીબેન સાથે રામપરા વાડી એ રહેતા જયારે તેમના આગલા ઘરના ચાર પુત્રો બીજ ગામે રહે છે. રામભાઈ ને બીજી પત્ની લક્ષ્મીબેન ને કોઈ સંતાન નથી. હત્યારા ઓ એ ઘટના ને અંજામ આપવા કુહાડી નો ઉપયોગ કારેલ હોય હત્યા માં વપરાયેલ કુહાડી પણ સ્થળ પર થી જ મળી આવી છે જે પોલીસે કબજે લીધેલ છે. હાલ તો આ બેવડી હત્યા નું કારણ અકબંધ છે પોલીસ દ્વારા એફ.એસ.એલ અને ટેકનોલોજી સર્વેલન્સ ટીમ ની મદદ મેળવી હત્યા નો ભેદ ઉકેલવા અને હત્યારા ઓ ને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.