////

ICCએ નિયમમાં કર્યો બદલાવ, ટીમ ઇન્ડિયાએ ટેસ્ટમાં નંબર 1 નો તાજ ગુમાવ્યો

ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલનો નિયમમાં બદલાવ કર્યો છે. જેના પગલે બુધવાર સુધી નંબર 1 પર રહેલી ટીમ ઈન્ડિયા હવે બીજા નંબર પર આવી ગઇ છે. તો તેની સામે બીજા નંબરે રહેલી ઓસ્ટ્રેલિયનની ટીમ રેન્કિંગમાં હવે નંબર 1 બની થઈ છે.

ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશશિપના રેન્કિંગનો આધાર હવે પોઇન્ટ ટેબલ નહીં પરંતુ જીતની ટકાવારી પર બનાવ્યો છે. જેનો અર્થ એ છે કે જે ટીમની જીતની ટકાવારી વધારે હોય તે ટીમ હવેથી નંબર 1 પોઝિશન પર રહેશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલને લઈને ICCના નિયમ બાદ હવે ટીમ ઈન્ડિયા બીજા નંબર પર આવી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 4 સીરીઝ રમી છે જેમાં તેની જીતની ટકાવારી 75 ટકા થાય છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ 3 સીરીઝમાં 82.22 ટકાની સાથે પહેલા નંબર પર પહોંચી ગઈ છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયા 360 પોઇન્ટ્સ સાથે પહેલા નંબર પર હતી અને ઓસ્ટ્રેલિયા 296 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર હતી.

મહત્વનું છે કે નવા નિયમ અનુસાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રીજા નંબર પર ઈંગ્લેન્ડ છે. જેને 4 ટેસ્ટ સીરીઝમાં 60.83 પોઇન્ટ મેળવ્યા છે. ન્યૂઝીલેન્ડ ચોથા નંબર પર છે તેની જીતની ટકાવારી 50 ટકા છે. 39.52 ટકા સાથે પાકિસ્તાન પાંચમા નંબર પર જ્યારે છઠ્ઠા નંબરે શ્રીલંકા, સાતમા નંબરે વેસ્ટ ઈન્ડિઝ, આઠમા નંબરે દક્ષિણ આફ્રિકા અને નવમા નંબર પર બાંગ્લાદેશ છે.

ICCના આ નિયમ બાદ હવે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે યોજાનારી આગામી સીરીઝ અને વધુ રોમાંચક થઈ જશે. ઓસ્ટ્રેલીયાઇ ટીમ નંબર 1 રહેવા માટે મેચ જીતવા મહેનત કરશે જ્યારે બીજા નંબર પર રહેલી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયાઇ ટીમને હરાવી પ્રથમ નંબર હાંસીલ કરવા મહેનત કરશે. જેના પગલે આ બંને ટીમ વચ્ચે આગામી ટેસ્ટ સીરીઝ મહત્વની રહેશે.

Leave a Reply

Your email address will not be published.