////

BJP 10 બેઠક પણ જીતશે તો હું મારું કામ છોડી દઈશ: પ્રશાંત કિશોર

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, BJPને બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 10 બેઠક પણ નહી મળે. પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર અત્યારથી જ શરૂ થઇ ગયો છે. ત્યારે BJP મમતા બેનરજીનો ગઢ જીતવાનો પુરો પ્રયાસ કરી રહી છે. જેમાં અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા છે. તો BJPનો દાવો છે કે આ વખતે વિધાનસભા ચૂંટમીમાં મમતા દીદીને જનતા નકારી દેશે.

પ્રશાંત કિશોર અનુસાર, અમિત શાહના બંગાળ પ્રવાસથી BJPને કોઇ ખાસ ફાયદો થવાનો નથી. BJPના નેતાનો આ પ્રવાસ મીડિયાએ બનાવેલી છબી છે, સાથે જ તેમણે કહ્યું કે, ભાજપ ચૂંટણીના પરિણામમાં બે અંક પણ પાર નહી કરી શકે.

આ અંગે પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કહ્યં કે, મીડિયા સમર્થિત પક્ષ દ્વારા વધારી-ચઢાવીને બતાવવામાં આવ્યો. અસલમાં BJPનું બે અંક સુધી પહોચવું પણ મુશ્કેલ હશે. કૃપયા આ ટ્વીટને સેવ કરી લો અને જો BJP સારૂ કરે છે તો હું આ કામ છોડી દઇશ.

મહત્વનું છે કે, પ્રશાંત કિશોર ભારતીય રાજકીય રણનીતિકાર છે. પ્રશાંત કિશોરે રાજકારણમાં પ્રવેશ કર્યાના આઠ વર્ષ પહેલા સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કર્યુ છે. પ્રશાંત કિશોરે દેશની બે સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને BJP બન્ને માટે ચૂંટણી રણનીતિકારના રૂપમાં કામ કર્યુ છે. પ્રશાંત કિશોર અત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. પ્રશાંત કિશોરે પ્રથમ રાજકીય અભિયાન 2011માં નરેન્દ્ર મોદીની મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.