///

જો બાઈડેનને સત્તા સોંપવા માટે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ થયા તૈયાર

હવે ડોનાલ્ડ ટ્રમ્પે માની લીધું છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઈડેનને સત્તા સોંપવાની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઇ જવી જોઇએ. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, સત્તા હસ્તાંતરણની નજર રાખનારી ફેડરલ એજન્સી જીએસએ તે વસ્તુ કરવી જોઇએ જે જરૂરી છે. જોકે, તેમણે હજુ પણ પોતાની લડાઇ ચાલુ રાખવાની વાત કહી છે. તો બીજી તરફ, જીએસએએ જો બાઈડેનને વિજેતા તરીકે સ્વીકારી લીધા છે.

જો બાઈડેનના સમર્થકોએ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થવાનું સ્વાગત કર્યુ છે. જો બાઈડેન હવે 20 જાન્યુઆરીએ શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પના કેમ્પેનનું કહેવુ છે કે, તે મિશિગનના ચૂંટણી પરિણામને પડકાર આપશે. 14 ડિસેમ્બરે અમેરિકન ઇલેક્ટોરલ કોલેજ બાઈડેનની જીતની પૃષ્ટિ કરી દેશે.

ટ્રમ્પે સત્તા હસ્તાંતરણની જવાબદારી જીએસએની હોય છે અને તેને લઇને જ ટ્વીટ કર્યુ છે. ટ્રમ્પે જીએસએને કહ્યું છે કે, તે બાઈડેનને સત્તા સોપવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. ટ્રમ્પે લખ્યુ છે, જીએસએની એડમિનિસ્ટ્રેટર એમિલી મર્ફીને કહ્યુ છે કે, તેમની ટીમ દેશ હિતમાં શરૂઆતની ઔપચારિકતાઓ માટે જે થઇ શકે તે કરે. તેમણે પોતાની ટીમને પણ આવુ જ કહ્યું છે. ટ્રમ્પ દ્વારા જ નિયુક્ત એમિલીએ કહ્યું કે, તેમના ઉપર વ્હાઇટ હાઉસથી ટાઇમિંગ અને નિર્ણયને લઇને કોઇ દબાણ નહતું.

Leave a Reply

Your email address will not be published.