////

કોરોના મહામારીમાં જો જંગલરાજ પાછુ આવ્યું તો બિહાર માટે સર્જાશે બેવડી આફત : PM મોદી

બિહાર વિધાનસભાની પ્રથમ તબકકાની 71 બેઠકો માટે મતદાન થઈ રહ્યું હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબકકાની બેઠકો માટે ત્રણ પ્રચારસભાઓ સંબોધી હતી. જેમાં મોદીએ
દરભંગા, પટના અને મુઝફફરપુરમાં સતાને સંબોધીને આરજેડી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરજેડી નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવને જંગલરાજના યુવરાજ ગણાવ્યા હતા.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોરોના કહેરની વચ્ચે જંગલરાજ પાછું આવશે તો બિહાર માટે એ બેવડી આફત હશે. જો તે સતા પર આવશે તો સરકારી નોકરીઓ તો ઠીક ખાનગી કંપનીઓ પણ બિહાર છોડી જશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ-એનડીએ જે કહે છે તે કરી બતાવે છે. અમે કહ્યું હતું કે,ગરીબો, ખેડુતો, મહિલાઓને સશકત બનાવીશું. ત્યારે ખેડુતોના ખાતામાં સીધી મદદ, મહિલાઓને ગેસ કનેકશન, ગરીબોનો પાંચ લાખ સુધી ઈલાજની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા જે સરકારમાં હતા તેનો મંત્ર હતો- પૈસા હજમ, પરિયોજના ખતમ.તેમણે અયોધ્યામાં રામમંદિરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જે લોકો મંદિરની તારીખ પૂછતા હતા તે પણ હવે તાળી પાડવા મજબૂર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published.