/

જો મકાન માલિક ભાડું માગશે તો થશે કાર્યવાહી, મજૂરોની હિજરત અટકાવવા લેવાયો નિર્ણય

અમદાવાદમાં કોરોના અસર વધતા કેટલાક લોકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે.ત્યારે અમદાવાદથી દરરોજ મોટી સંખ્યામાં લોકો શહેર છોડીને જઈ રહ્યા છે. કોરોનાના કારણે ધંધા- રોજગાર ઠપ પડ્યા છે જેથી લોકોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ફાંફા પડી રહ્યા હોવાના કારણે લોકો પોતાના વતન તરફ જવા નીકળી પડે છે કોરોના વાયરસથી બચવા આપવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના કારણે શ્રમજીવી પરિવારની આવક બંધ થઈ જતા તેઓ મકાનનું ભાંડુ પણ આપી શકતા નથી સાથે જ તેમને ખાવા પિવાની પણ તકલીફ પડી રહી છે ત્યારે સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી સંદર્ભે મજુરોની હિજરત અટકાવવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદમાં કોઈ પણ મકાન માલિક ભાડુઆતને મકાન ખાલી કરાવા માટે મજબૂર કરી શકશે નહીં, સાથે જ જો કોઈ મજૂરને હિજરત કરવાની ફરજ પડે તો તેની સંપૂર્ણ જવાબદારી બાંધકામ સ્થળના માલિકની રહેશે. તો જિલ્લામાં ચાલતા બાંદકામ સ્થળેના મજૂરો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા સ્થળના માલિકને કરવાની રહેશે.. સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયનો પાલન કરવામાં નહીં આવે તો તેની સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણય 21 દિવસ સુધી ચાલશે, 15 એપ્રિલ એટલે કે 21 દિવસ સુધી સમગ્ર અમદાવાદના તમામ મકાન માલિક અને બાંધકામ સ્થળના કોન્ટ્રાકટરોએ આદેશનું પાલન કરવું પડશે

Leave a Reply

Your email address will not be published.