///

મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો લાગુ કરવા પર સંજય રાઉતે કહ્યું કંઈક આવું…

દેશમાં લવ જેહાદને લઇને ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે લવ જેહાદને લઈને ભાજપ શાસિત કેટલાક રાજ્યોમાં કાયદો પસાર કરાવવાની તૈયારી પણ ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ શાસિત રાજ્યોએ તેનો વિરોધ કર્યો છે. આ મામલે જ્યારે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઇને તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

સંજય રાઉતે કહ્યું કે લવ જેહાદને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. મને લાગે છે કે, આ એક ગંભીર ઘટના છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી આવી રહી છે, એક નવો વિષય સામે લાવવો જોઇએ. અમારૂ માનવું છે કે, ચૂંટણી માટે વિકાસ એક મુખ્ય મુદ્દો છે પરંતુ લવ જેહાદ પર ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત સંજય રાઉતે મહારાષ્ટ્રમાં આ કાયદાને લાવવાના પ્રશ્ન પર કહ્યું, કેટલાક લોકો આ મુદ્દાને મહારાષ્ટ્રમાં પણ ઉઠાવીને અમને પૂછી રહ્યા છે કે, અમે એક કાયદો લાવીશું? મે આજે સીએમ સાથે વાત કરી છે, હું કહેવા માંગુ છું કે જ્યારે નીતિશ કુમારજી બિહારમાં આ કાયદાને લાગુ કરશે તો અમે તેની તપાસ કરીશુ અને પછી મહારાષ્ટ્ર માટે વિચારીશું.

Leave a Reply

Your email address will not be published.