/

મહામારી વચ્ચે જલારામ મંદિરના દર્શન ચાલુ લોકો સ્વૈચ્છિક રીતે ના આવે તો ભલે બાકી હરિહર બંદ નહીં થાય

દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં ભજન ભોજનનો અવિરત પ્રવાહ ચાલે છે 200 વર્ષમાં એક દિવસની બ્રેક લાગ્યા વગર હરિહરનો સાદ પડે છે લોકો નો વિશ્વાસ પ્રેમ અને ભક્તિ કોરોના સામે લડી જલારામના ચરણોમાં પૂજા અર્ચન કરી મહામારી થી બચાવવા અપીલ કરી રહ્યા છે રઘુવંશી સંત શિરોમણી વીરપુર જલારામ મંદિર માં વર્ષો થી લોકો પોતાની આસ્થા સાથે માનતા ઓ પૂર્ણ કરવા આવે છે. મંદિરે આવનાર ભક્ત જલારામ બાપાનો પ્રસાદ લઈ ને આસ્થા પુરી કરે છે.પરંતુ હાલ માં સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આગળ વધી રહ્યો છે દેશના મોટા દેવાલયો બંદ રાખવા ટ્રસ્ટી અને વહીવટદારોએ નિર્ણય કરી લીધા છે ત્યારે વીરપુર જલારામ મંદિર આજે પણ ખુલ્લું છે અને હરિહર (ભોજન પ્રસાદી ) પણ ચાલે છે દુનિયાનું એકમાત્ર મંદિર વિશ્વ મહામારી વચ્ચે પણ દર્શન આપી રહ્યું છે લોકોને જલારામ બાપા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છે .અહીં આવતા ભક્તોને બાપા વર્ષો થી ભૂખ્યાને ભોજન આપે છે ત્યારે હાલ પણ એક દિવસની રોક લગાવ્યા વગર સેવા અવિરત ચાલુ રાખી છે

અહીં આવતા ભક્તો ભૂખ્યાના જાય અને જલારામના દૂર કયારેય બંદ નથી હોતા એવા હેતુ થી આજે પણ મંદિર પરિસર માં લોકો દર્શનાર્થે આવે છે અને પ્રસાદી લઈ પોતાની ભક્તિ કરે છે બાપા પાસે પ્રાર્થના કરે છે કે કોરોના વાયરસ જેવી મહામારી માંથી બચાવવાની પ્રાર્થના કરે છે જોકે લોકો અહીં રોકાણ નથી કરતા પરંતુ મંદિર પ્રશાસન વહીવટદારોએ એવું જણાવેલ કે ભગવાનના ઘરે કોઈ આવે તો ભૂખ્યો ના જાય તેવા હેતુ થી હરિહર શરૂ રાખેલ છે જોકે સરકારે કે કોઈ વિભાગે મંદિર બંદ રાખવા માટેનું કોઈ જાહેરનામું નથી કર્યું પરંતુ લોકો સ્વૈચ્છિક રીતે એકબીજા થી દુર રહે તેવી અપીલ કરી છે જલારામ મંદિર માં 200 વર્ષ થી ભોજન ચાલે છે આજની કપરી પરિસ્થિતિ માં પણ ભોજન ચાલે છે લોકોએ સ્વૈચ્છિક રીતે આવવું કે નહીં તે લોકો એ જાગૃત થવું પડે.

Leave a Reply

Your email address will not be published.