//

ઘર આંગળે જ દીવા પ્રગટાવજો ટોળે વળ્યાં તો કાયદો કાયદાનું કામ કરશે

કોરોના વાયરસ મહામારી માંથી બચવા અને ચેપ થી દૂર રહેવા વડાપ્રધાને દેશમાં 21 દિવસનું લોકડાઉન કરી સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અને ચેપથી દૂર રહેવા અપીલ કરી છે. સાથે સાથે બે દિવસ પહેલા એક વિડીયો દ્રારા અપીલ કરી હતી કે દેશની એકતા જાળવવા લોકોએ રવિવારે સાંજે પાંચ એપ્રિલે રાત્રે નવ વાગ્યે નવ મિનિટે લક્ષ્મણ રેખામાં જ રહી ઘરના આંગણે જ દીવા, મીણબત્તી અથવા મોબાઈલ ટોર્ચ કરી કોરોના લડતામાં સહભાગી થઇ એકતાનો સંદેશ આપવા અપીલ કરી હતી.

મોદીએ લોકોને સલાહ પણ આપી હતી કે લોકડાઉન અમલનો ભંગ ન થાય તેવી રીતે કાર્ય કરવાનુ છે શેરી મહોલ્લામાં લોકોના ટોળા એકઠા નથી થવાનુ નથી ત્યારે આ વાતને લઇને રાજ્યના ગૃહવિભાગે પણ લોકો ને જાગૃત રહેવા જણાવ્યું છે તેમછતાં લોકડાઉનનું કે કલામ 144 નો ભંગ કોઈ પણ વ્યક્તિ કરશે કાયદો કાયદા નું કામ કરશે.

Leave a Reply

Your email address will not be published.