///

SCએ કરી દખલગીરી તો RBI એ લોન પર આપી આ મોટી રાહત

દેશમાં કોરોના વાઈરસના સમયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોનમાં મોટી રાહત આપી છે. જેમાં આરબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોંગદનામુ દાખલ કરી કહ્યું કે, જે લોકોના કોરોના અને લોકડાઉન દરમિયાન લોનમાં મોરેટોરિયમનો ઉપયોગ કર્યો હતો તેમને ફક્ત સામાન્ય વ્યાજ આપવાનું રહેશે. જે લોકોને વધારે પૈસા કાપવામાં આવ્યા છે તેમને પાછા આપવામાં આવશે.

આ પહેલા બેંક મોરેટોરિયમનો ઉપયોગ કરનારા પોતાના ગ્રાહકો પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ લઈ રહ્યા હતા. પરંતું ગજેનદ્ર શર્માની અરજી દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલામાં દખલ કરી હતી. આ બાદ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં ફક્ત સામાન્ય વ્યાજથી લોનના પૈસા લેવામાં આવશે.

આ ઉપરાંત લોન મોરેટોરિયમનો સમય એક માર્ચ 31 ઓગસ્ટ, 2020 સુધી લાગુ થવાનો હતો. કેન્દ્ર સરકારે લોન ધારકોને રાહત આપતા કોરોનો દરમિયાન લોનની ઈએમઆઈ જમા કરવા પર છુટ આપી હતી. લોનની ઈએમઆઈ ન જમા કરવાનો સમય 6 મહિના છે. પરંતુ 31 ઓગસ્ટ બાદ સિમ્પલ ઈન્ટરનેટની સાથે ઈએમઆઈ લોકડાઉન પહેલાની જેમ જમા કરાવવાનો રહેશે. મોરેટોરિયમ હાઉસિંગ, એજ્યુકેશન, ક્રેડિટ કાર્ડ અને એમએસએમઈ જેવા લોન પર આપવામાં આવ્યું છે.

અરજદાર ગજેન્દ્ર શર્માએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન અમે અમારી લોનનો હપ્તો નથી આપી શકતા. પરંતુ આ અમારી નિષ્ફળતા નહોતી. આ તો લોકડાઉન દરમિયાન દુકાન કારોબાર બંધ થવાના કારણે મજબૂરી હતી. બીજી વાત એ કે, લોકડાઉન દરમિયાન પોલીસ કડક પગલા ભરી રહી હતી. જેના કારણે બેંક જઈને લોન મોરેટોરિયમની અરજી કેવી રીતે આપતા. હકિકતમાં આ મામલો રાઈટ ટુ લિવનો છે. જેના આધારે અરજી દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.